રસ્તો ઊંચો, સમસ્યા ઊંડી: ચાવડાપુરામાં ઘરોમાં ઘૂસ્યા વરસાદી પાણી
આણંદ શહેરના ચાવડાપુરા વિસ્તારમાં તાજેતર નલ સે જલ અને ગટર લાઇન માટે ખોદકામ કર્યા બાદ માટીપુરાણ કરીને મેટલ નાંખીને રસ્તો ઉંચો કરી દેવામાં આવ્યો છે. જેના કારણે પ્રકૃતિ પાર્ક, ક્રિષ્ના પાર્ક સહિત 30 થી વધુ સોસાયટીઓમાં વરસાદી પાણી ઘુસી ગયા હતા.જેના કારણે સોસાયટીના રહીશો તાત્કાલિક ઘરના દરવાજા પાસે માટીના થર લગાવીને ઘરમાં પામી ઘુસતા અટકાવા માટે પ્રયાસ હાથ ધર્યો હતા.આખરે ફરિયાદોના પગલે તંત્રની ટીમોએ જેસીબી મશીનથી વરસાદી પાણીનો નિકાલ કરવાની નોબત આવી હતી.
સોસાયટીની કુંડીઓ તોડી નખાતાં પાણી ભરાયાં આણંદ શહેરના ચાવડાપુરા વિસ્તારમાં પ્રાકૃિત પાર્ક સહિત સોસાયટીમાં વરસાદી પાણી ન ભરાયા તે માટે સ્થાનિક રહીશો દ્વારા સોસાયટીના નાંકે કુંડી બનાવીને તેમાંથી મોટર વડે પાણી સેન્ટ ઝેવિયર્સ સ્કૂલ બાજુ કરવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. પરંતુ રસ્તો ઉંચી કરતી વખતે તમામ કુંડી તોડી નાંખતાં વરસાદી પાણીનો નિકલઅટકી ગયો હતો. > સંજય પરમાર , સ્થાનિક રહીશ
રાત્રે સોસાયટીમાં પાણી ભરાતાં ઘરમાં ન ઘુસે તે જોવા માટે અમારે આખી રાત ઉજાગરો કરવો પડ્યો ક્રિશ્ના પાર્ક સોસાયટીમાં રાત્રે 12 વાગ્યે ભારે વરસાદમાં પાણી ઘુસી આવ્યાં હતા. સતત લેવલ વધી રહ્યું હતું. જેથી ઘરમાં પાણીના ઘુસે તે માટે અમારે ઉજાગર કરવા પડયા હતા.દરવાજા પાસે માટીના થર મારવા પડયા હતા. > વિમળાબેન સોલંકી, સ્થાનિક રહીશ
આડેધડ કામગીરી કરતા રસ્તા ઉંચો થઇ ગયો ચાવડાપુરા વિસ્તારમાં આવેલી 70 વધુ સોસાયટીનો સેન્ટ ઝેવિયર્સ હાઇસ્કૂલ તરફ જવા માટે એક માત્ર રસ્તો છે. પરંતુ વારંવાર ખોદકામના પગલે તુટી ગયો હતો. પેચવર્ક સહિતની કામગીરી સોસાયટીના રસ્તાનુ લેવલ કરવા જણાવ્યું હતું તેમ છતાં આડેધડ રસ્તો ઉંચો કરી દીધો હોવાથી પાણી સોસાયટીમાં ઘૂસે છે.