Advertisement

મુખ્યમંત્રીએ રસ્તા પર કાફલો રોકી ખેડૂતોની વાત સાંભળી, વીડિયો વાયરલ

મુખ્યમંત્રીએ રસ્તા પર કાફલો રોકી ખેડૂતોની વાત સાંભળી, વીડિયો વાયરલ

મુખ્યમંત્રીએ રસ્તા પર કાફલો રોકી ખેડૂતોની વાત સાંભળી, વીડિયો વાયરલ

રાજકોટ-અમદાવાદ હાઇવે પર આજે સવારે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોતાનો કાફલો અટકાવી ખેડૂતભાઈઓ સાથે સીધી મુલાકાત લીધી હતી. જોકે હવે આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં CM ભૂપેન્દ્ર પટેલ ખેડૂતો સાથે વાતચીત કરતાં જોવા મળ્યા હતા. આ તરફ CM ભૂપેન્દ્ર પટેલે પોતાનો કાફલો અચાનક રોકી દેતા પોલીસ પર દોડતી થઈ હતી.

શું હતો મામલો?

રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજકોટ-અમદાવાદ હાઇવે પર પોતાના કાફલા સાથે પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન રસ્તાની બાજુએ ઉભેલા જીવાપર નવાગામના કેટલાક ખેડૂતોએ મુખ્યમંત્રીએ જોયા બાદ હાથ ઊંચા કરી અભિવાદન કર્યું હતું. આ જોઈ પોતાની સાદગી માટે જાણીતા CM ભૂપેન્દ્ર પટેલની રહેવાયુ નહિ અને સહજ અને નમ્ર સ્વભાવના ભૂપેન્દ્ર પટેલે તરત જ આ હર્ષ અને આત્મિયતાનો પ્રતિસાદ આપતા પોતાનો કાફલો રોકી દીધો અને ખેડૂતોએ જ્યાં ઊભા હતા ત્યાં જઈને તેમને મળ્યા.

આ સાથે મુખ્યમંત્રીએ ખેડૂતો સાથે વાતચીત કરી તેમની સ્થિતિ વિશે માહિતી લીધી અને ભાવનાત્મક રીતે જોડાઈને તેમના પ્રશ્નો અને મુદ્દાઓને સાંભળ્યા. ખેડૂતો પણ આ અનોખા અને અપેક્ષાતી વિપરીત મળી આવેલા સ્નેહ માટે મુખ્યમંત્રીના આભાર સ્વરૂપે તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું. આચાનક મુખ્યમંત્રીનો કાફલો અટકાતા સુરક્ષા દળો અને પોલીસ તંત્ર પણ થોડા સમય માટે ચોંકી ગયું હતું.

Advertisement