Advertisement

મુંબઈ એરપોર્ટ પર એર ઇન્ડિયા અને ઇન્ડિગો ફ્લાઇટના વિંગ્સ અથડાયા, મોટી દુર્ઘટના ટળી

મુંબઈ એરપોર્ટ પર એર ઇન્ડિયા અને ઇન્ડિગો ફ્લાઇટના વિંગ્સ અથડાયા, મોટી દુર્ઘટના ટળી

મુંબઈ એરપોર્ટ પર મંગળવારે એર ઇન્ડિયા અને ઇન્ડિગોની બે ફ્લાઇટ્સના વિંગ્સ એકબીજા સાથે અથડાયા. આ ઘટનામાં કોઈ મુસાફર કે ક્રૂ મેમ્બર ઘાયલ થયા નથી. બંને વિમાનને રોકી દેવામાં આવ્યા.


ન્યૂઝ એજન્સી ANI અનુસાર, મુંબઈથી કોઈમ્બતુર જઈ રહેલી ફ્લાઇટ Al2732 રનવે પર ઊભી હતી. આ દરમિયાન હૈદરાબાદથી મુંબઈ પરત ફરી રહેલી ઇન્ડિગો 6E 79 ફ્લાઇટ ટેક્સી કરી રહી હતી. બંને વિમાનોના જમણા વિંગ ટિપ્સ એકબીજા સાથે અથડાયા.


એર ઇન્ડિયા અનુસાર, ફ્લાઇટ AI2732ના વિમાનના વિંગ ટિપને સામાન્ય નુકસાન થયું હતું. તમામ 200 મુસાફરોને સુરક્ષિત રીતે બહાર ઉતારી દેવામાં આવ્યા. વિમાનને ટેકનિકલ તપાસ માટે ગ્રાઉન્ડ કરી દેવામાં આવ્યું.


DGCAની ટીમ તપાસ કરવા પહોંચી


મુંબઈના નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલય (DGCA)ના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા અને મામલાની તપાસ કરી રહ્યા છે. બંને એરલાઇન્સે ઘટનાની જાણ નિયમનકારી સત્તાધિકારીને તરત કરી.


એરલાઇન્સે જણાવ્યું કે, ફ્લાઇટ સંચાલન દરમિયાન સુરક્ષા સર્વોચ્ચ પ્રાથમિકતા છે. કોઈપણ તકનીકી ખામીને તાત્કાલિક જાણ કરવાનો નિર્દેશ ક્રૂને આપવામાં આવ્યો છે. ઘટનાસ્થળે બંને વિમાનોની કાળજીપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે.

Advertisement