મહેસૂલી ચિંતન શિબિર-2025: કલેક્ટર પ્રવીણ ચૌધરીએ આપી પ્રેરણાદાયી માર્ગદર્શન
આણંદ જિલ્લાના મહેસૂલી વિભાગના ઉચ્ચ અધિકારીઓ અને કર્મચારીઓ માટે સ્વામિનારાયણ ગોકુલધામ નાર ખાતે "મહેસૂલી ચિંતન શિબિર-2025"નું આયોજન કરવામાં આવ્યું હતું. આ શિબિરનો મુખ્ય ઉદ્દેશ્ય મહેસૂલી કામગીરીને વધુ સુદ્રઢ બનાવવાનો હતો.
શિબિરમાં ગુજરાતી સાહિત્ય અકાદમીના અધ્યક્ષ અને નિવૃત્ત આઈ.એ.એસ. અધિકારી ભાગ્યેશ જહાએ શ્રીમદ્ ભગવદ્ ગીતા અને કર્મયોગ પર વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું. પૂર્વ કલેક્ટર એમ.બી.પરમારે ગણોતધારા અને જમીન સંપાદન સહિત મહેસૂલી વિભાગને લગતા વિવિધ વિષયો પર તલસ્પર્શી જાણકારી પૂરી પાડી હતી.
આણંદ જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરીએ પણ શિબિરમાં પ્રાસંગિક પ્રવચન આપી મહેસૂલી કર્મીઓને પ્રોત્સાહિત કર્યા હતા. આ ચિંતન શિબિરમાં મહેસૂલી વિભાગના અનેક ઉચ્ચ અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.