Advertisement

મનપા જાહેર થયા બાદ પાણીના ટેન્કરનો ભાવ ચાર ગણો વધ્યો!

મનપા જાહેર થયા બાદ પાણીના ટેન્કરનો ભાવ ચાર ગણો વધ્યો!

મનપા જાહેર થયા બાદ પાણીના ટેન્કરનો ભાવ ચાર ગણો વધ્યો!

આણંદ મનપા જાહેર થયા બાદ સૌથી મોટા ફટકો પડયો હોય તો તે છે કે પાલિકાના શાસનમાં 4 હજાર લીટરની પાણીની ટેન્કર માત્ર રૂ250 મળતી હતી. જે મનપા જાહેર થયા બાદ તેના પરિપત્ર મુજબ મનપાના ભાવ મુજબ ચાર ગણો વધારો એટલે રૂ 1000નો થઇ ગયો છે. જો કે અગાઉ નગરજનો ઘરે પાણી ટેન્કર મંગાવે તો સરેરાશ ચાર્જ 250 થી 300નો હતો. તે અચાનકજ વધી જતાં ટેન્કર માગમાં 50 ટકા ઉપરાંતનો ઘટાડો નોંધાયો છે.

આણંદ મનપા દ્વારા નગરજનો જરૂરીયાત માટે પાણીના ટેન્કરની સુવિધા પાલિકાના શાસન થી ઉપલબ્ધ છે. જે અંગે મનપા અધિકારી જણાવ્યું હતું કે, પાલિકાના પરિપત્ર મુજબ પાણીનો ટેન્કરનો ભાવ હોય છે.હવે આણંદ મહાનગરપાલિકામાં સમાવેશ થયો હોવાથી તેના પરિપત્રના ઉલ્લેખ મુજબ પાણીના ટેન્કરના ભાવમાં વધારો કરાયો છે.

અગાઉ રૂ 250 હતો હવે 4 હજાર લીટર પાણીની ટેન્કર મંગાવનારે રૂ 1000 ભરવા પડશે.તેમજ ટેન્કર એક દિવસથી વધુ સમય રાખવા માંગતા હોય તો તેનો ચાર્જ રૂ 1800 નક્કી કરવામાં આવ્યો છે. અગાઉ પાલિકાના શાસનમાં પાણીની ટેન્કરના ભાવ ઓછો હોવાથી નગરજનો કોઇ પ્રસંગ કે બાંધકામ માટે મંગાવતા હતો. મોટા વેપારી અને બિલ્ડરો પણ ટેન્કરો નોંધાવતા હતા. પરંતુ હવે ચાર્જ વધી જતાં ટેન્કરની માગમાં 50 ટકાનો ઘટાડો થયો છે. આ અંગે મનપા અધિકારી જણાવ્યું હતું કે, વડોદાર સહિત મનપામાં ટેન્કરનો ભાવ 2500 છે. તેના કરતાં 60 ટકા ભાવ ઓછો રાખવામાં આવ્યો છે.

Advertisement