બોરસદમાં વરઘોડા દરમિયાન દારૂખાણાના ટેમ્પામાં ભભૂકી આગ, નાસભાગ
બોરસદ શહેરની આણંદ ચોકડી તરફ જવાના માર્ગ પર મોડીસાંજે વરઘોડા નીકળ્યો હતો. આ વરઘોડામાં દારૂખાનું ફોડવા માટે ટેમ્પો ભરીને દારૂખાનું લાવવામાં આવ્યું હતું. વરઘોડા ચાલુ હતો ત્યારે કોઇ કારણસર દારૂખાનું ભરેલા ટેમ્પા આગ લાગતાં ભાગદોડ મચી ગઇ હતી. વરઘોડામાં જાડાયેલા જાનૈયા જીવ સહિત રોડ પરથી પસાર થતાં રાહદારીઓ જીવ બચવવા માટે ભાગદોડ કરી મુકતા અફડા તફડી મચી ગઇ હતી.
પ્રાપ્ત માહિી અનુસાર બોરસદની આણંદ ચોકડી પાસે સાંજ 6.45 વાગ્યાના અરસામાં નજીક વાડીમાં લગ્ન હોવાથી વરઘોડો નીકળ્યો હતો. જેમાં જાનૈયા મોટી સંખ્યામાં જોડાયા હતા. વરઘોડા દરમિયાન આતશબાજી કરવા માટે મોટાપ્રમાણ દારૂખાનું મંગાવ્યું હતું. વરઘોડાની સાથે દારૂખાનનો ટેમ્પો આગળ આગળ જતો હતો. ત્યારે અચાનકજ દારૂખાનું ભરેલા ટેમ્પા આગ ભભૂકી ઉઠતાં અંધર ભરેલા દારૂખાનું ફટવા લાગતાં તેના તણખા 100 ફૂટ સુધી ઉડતા જોવા મળ્યા હતા. જેના કારણે વરઘોડામાં જોડાયેલા જાનૈયા સહિત સૌ કોઇ નાસભાગ મચી ગઇ હતી. જેના કારણે અફડાતફડી મચી ગઇ હતી.તેમજ રસ્તો બંધ થઇ ગયો હતો. જો કે બોરસદ ફાયરબ્રિગેડ જાણ કરતાં ઘટનાસ્થળે દોડી ગઇ હતી. એક કલાક સુધી પાણીનો મારો કરીને આગ બુઝાવી હતી.