Advertisement

બોરસદમાં દબાણોનો રાફડો: બસ સ્ટેન્ડથી આણંદ ચોકડી સુધી 100+ લારી ગલ્લા

બોરસદમાં દબાણોનો રાફડો: બસ સ્ટેન્ડથી આણંદ ચોકડી સુધી 100+ લારી ગલ્લા

બોરસદ શહેરના બસ સ્ટેન્ડથી આણંદ ચોકડી સુધીમાં 100થી વધુ દબાણોનું રાફડો ફાટી નીકળ્યો છે. રોડની બંને તરફ ઠેર-ઠેર લારી ગલ્લા અને પાથરણાવાળાઓએ સામ્રાજ્ય સ્થાપી દીધું છે ત્યારે પાલિકા આંખ આડા કાન કરી દબાણદારોને આડકતરી રીતે પ્રોત્સાહન આપી રહી હોય તેમ સ્પષ્ટ જણાઈ આવે છે. રસપ્રદ બાબત તો એ છે કે, હાલ પાલિકામાં વહીવટદાર શાસન હોય પાલિકાના વહીવટદાર ચીફ ઓફિસર અને કર્મચારીઓ આજ માર્ગો પરથી અવરજવર કરે છે પરંતુ આ દબાણ હટાવવા માટે કોઈ કાર્યવાહી કરતી નથી. આમ, દબાણ હટાવવા માટે પાલિકાને જાણે રસ જ ન હોય તેવું ચિત્ર રજૂ થતા નગરજનોમાં રોષ વ્યાપ્યો છે.

બોરસદમાં આણંદ ચોકડી વિસ્તાર જે શહેરનું નાક છે ત્યારે સેવાકીય સંસ્થાઓ દ્વારા બાકડા આણંદ ચોકડીથી બસ સ્ટેન્ડસુધીના માર્ગ ઉપર ડીવાઈડર પર ફૂલ-ઝાડ-છોડ વૃક્ષારોપણ ફૂલોના છોડ વાવ્યા છે. બાકડા મુકીને રાહદારીઓને બેસવાની સુંદર વ્યવસ્થા કરેલી છે. પ્રવેશદ્વાર પાસે દાતા દ્વારા લાખો રૂપિયાનો ખર્ચ કરીશ સુંદર ગેટ બનાવી આપેલ છે જે બોરસદ શહેરની શોભામાં વધારો કરી રહે છે આ જ માર્ગ પર નગરપાલિકા દ્વારા સુંદર ફુટપાથ બનાવવામાં આવેલ છે જેના ઉપર રાત્રે લોકો ફરવા આવે છે જેનું ધારાસભ્ય દ્વારા રોજબરોજ શહેરની શોભામાં વધારો થાય તેવા આયોજન કરવામાં આવી રહ્યા છે ત્યારે શહેરના મુખ્ય માર્ગ પર જ બંને તરફ છેલ્લા એક મહિનાથી દબાણોનો રાફડો ફાટી નીકળ્યો છે.

રોડની બંને તરફ ફૂટની લારીઓ-પાથરણામાં સ્વેટર કપડા બુટના મોટા-મોટા પાથરણા પાથરીને દબાણો કરવામાં આવ્યા છે. છેલ્લાં એક મહિનામાં જ આ રોડ ઉપર 20 થી 25 નવી લારીઓ ગોઠવાઈ ગઈ છે ત્યારે સોસાયટીના રહીશો દ્વારા પણ આ બાબતે લેખિતમાં નગરપાલિકાને જાણ કરવામાં આવી છે. પરંતુ પાલિકાનું તંત્ર આખ આડા કાન કરી દબાણકર્તાઓને પ્રોત્સાહન આપી રહી છે. પાલિકા દ્વારા જનતા બજાર ગાંધી ગંજની બહાર ના દબાણો હટાવ્યા લારીઓ દૂર કરી ત્યારે આ લારીઓ કેમ હટાવવામાં આવતી નથી તે પણ એક પ્રશ્નાર્થ ઉભો કરે છે.

Advertisement