Advertisement

બોટાદમાં ભારે વરસાદના કારણે કાર તણાઈ, એક જ પરિવારના 6 લોકો ગુમ!

બોટાદમાં ભારે વરસાદના કારણે કાર તણાઈ, એક જ પરિવારના 6 લોકો ગુમ!

બોટાદમાં ભારે વરસાદના કારણે કાર તણાઈ, એક જ પરિવારના 6 લોકો ગુમ!

ગુજરાતના સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદના કારણે લોકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. ત્યારે બોટાદમાં લાઠીદડ ગામમાંથી મોટા અહેવાલ સામે આવ્યા છે. મળતી માહિતી અનુસાર, લાઠીદડ ગામ પાસે  ECO કાર તણાઇ ગઈ હતી. તેમજ કારમાં 8 લોકો સવાર હતા, જેમાં બે લોકોનું તંત્ર  દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું છે.  જ્યારે 6 લોકો હજુ ગુમ છે. મોડી રાતથી જ તેમને શોધવા માટે કામગીરી ચાલી રહી છે. પ્રાપ્ત માહિતી અનુસાર કારમાં સવાર લાઠીદડ ગામનો પરિવાર તણાયો હતો.

અનુસાર માહિતી દરમિયાન, બોટાદમાં ગઈકાલે ભારે વરસાદના કારણે લોકોને ભારે મુસીબતનો સામનો કરવો પડ્યો હતો. ત્યારે   ગઈકાલે લાઠીદડ સાગાવદર ગામમાં એક ઈકો કાર તણાઈ હતી.  તેમજ ઈકો કારમાં આઠ લોકો સવાર હતાં. આ કાર તણાતા 6 લોકો લાપતા થયા છે. જ્યારે બે લોકોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત  તંત્ર દ્વારા મોડી રાતથી જ બચાવ કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી.

તંત્ર દ્વારા મોડી રાતથી જ બચાવ કામગીરી શરૂ કરાઈ હતી

પ્રાપ્ત માહિતી દરમિયાન, બોટાદના લાઠીદડ સાગાવદર ગામમાં ઈકો કાર ગઈ કાલે પાણીમાં તણાઈ હતી. આ કારમાં લાઠીદડ ગામનો એક પરિવાર મુસાફરી કરી રહ્યો હતો. આ ઉપરાંત કાર તણાઈ જતાં તંત્ર દ્વારા મોડી રાતથી જ બચાવ કામગીરી શરૂ કરવામાં આવી  હતી. તેમજ આ કારમાં આઠ લોકો સવાર હતાં. જેમાંથી 2 લોકોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે. જ્યારે આ બનાવને 10 કલાક જેટલો સમય થયો હોવા છતાં હજી 6 લોકો હજી ગુમ છે.

ભારે વરસાદને કારણે નદી નાળા છલકાઈ ગયાં

ત્યારે બીજી બાજુ બોટાદ જિલ્લામાં ભારે વરસાદને કારણે નદી નાળા છલકાઈ ગયાં છે. જેના પાણી રોડ પર ફરી વળતાં આઠ ગામોના રસ્તા બંધ થઈ ગયા છે.  પ્આરાપ્ત માહિતી અનુસાર.  ઈકો કાર સહિત એક અન્ય કાર પણ તણાઈ હોવાની માહિતી સામે આવી હતી. 

Advertisement