Advertisement

બિરલા વિશ્વકર્મા મહાવિદ્યાલય ખાતે 78 માં વાર્ષિક દિન ની ઉજવણી કરવામાં આવી.

બિરલા વિશ્વકર્મા મહાવિદ્યાલય ખાતે  78 માં વાર્ષિક દિન ની ઉજવણી કરવામાં આવી.

ચારુતર વિદ્યામંડળ સંચાલિત બિરલા વિશ્વકર્મા મહાવિદ્યાલય ખાતે 78 માં વાર્ષિક દિનની ઉજવણી કરવામાં આવી આ પ્રસંગે મુખ્ય મુખ્ય અતિથિ તરીકે એન્જિનિયર ભીખુભાઈ પટેલ(અધ્યક્ષ ,ચારુતર વિદ્યામંડળ) ,શ્રી સુપ્રકાશ ચૌધરી (હેડ ,ડિજિટલ ઇન્ડસ્ટ્રીઝ એશિયા પેસિફિક જાપાન ,SIEMENS),શ્રીમતી દેવિકા ચૌધરી ,શ્રી કાર્તિક ભટ્ટ(મેનેજીંગ ડિરેક્ટર, પવન તનય ગ્રુપ ),કીર્તન ભટ્ટ (એક્ઝિક્યુટિવ ડિરેક્ટર,પવન તનય ગ્રુપ ), ડૉ.વિનય જે. પટેલ(પ્રિન્સિપાલ,બીવીએમ ),ડૉ. હરેશ પટોલિયા(વાઇસ પ્રેસિડેન્ટ ,બીવીએમ સેન્ટ્રલ કમિટી) , ડૉ.ભાર્ગવ ગોરડીયા(વાઇસ પ્રેસિડેન્ટ ,બીવીએમ સેન્ટ્રલ કમિટી), મનન પટેલ (G.S), જીયા પટેલ (L.R) ઉપસ્થિત રહ્યા હતા.


કાર્યક્રમ ની શરૂઆત માં ડૉ.આકાર રોઘેલિયા ના માર્ગદર્શન હેઠળ બીવીએમ ના વિધાર્થીઓ તથા વિધાર્થિનીઓ એ પ્રાર્થનાગીત રજુ કર્યું હતું.ડૉ.હરેશ પટોલિયા એ સૌનું અભિવાદન કર્યું હતું તથા ઉપસ્થિત મહાનુભાવો નો પરિચય આપ્યો હતો.ડૉ.ભાર્ગવ ગોરડિયા એ ઈત્તર પ્રવૃતિઓ માં બીવીએમ ના વિધાર્થીઓ ની સિદ્ધિઓ વિષે સૌને જણાવ્યું હતું.


આ પ્રસંગે સંસ્થા ના પ્રિન્સિપાલ ડૉ.વિનય જે.પટેલે સૌનું અભિવાદન કર્યું હતું તથા ગત વર્ષ નો વાર્ષિક અહેવાલ રજુ કર્યો હતો જેમાં તેમણે બીવીએમ ખાતે નેશનલ એજ્યુકેશનલ પોલિસી ઇમ્પ્લિમેન્ટેશન ,કરીક્યુલમ અપગ્રેડેશન ,સમર ઇન્ટર્નશિપ, ઇન્ડસ્ટ્રીઅલ ઇન્ટર્નશિપ,બી.ટેક માઇનોર તથા ઓનર્સ ડિગ્રી, MOOC કોર્સીસ,આઉટરીચ પ્રોગ્રામ્સ, ઇન્ડિયન નોલેજ સિસ્ટમ કોર્સીસ વિષે જણાવ્યું હતું.આ ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે ગત વર્ષ દરમ્યાન બીવીએમ એ મેળવેલ સિદ્ધિઓ માં GSIRF 5 સ્ટાર રેન્કિંગ, BRICS યુનિવર્સીટી એસોસિએશન નો પ્રોત્સાહન પુરસ્કાર, બીવીએમ NPTEL લોકલ ચેપ્ટર ને મળેલ "A " ગ્રેડ, સ્ટ્રક્ચરલ તથા સીવીલ એન્જી ની લેબ્સ નું NABL એક્રેડિએશન, TRS બીવીએમ સ્ટુડન્ટ ચેપ્ટર ની 14 જેટલી ટીમો રોબોફેસ્ટ 4.0 તથા રોબોફેસ્ટ 5.0 વિજેતા સાથે 50 લાખ થી વધુ નું કેશ પ્રાઈઝ,સિંગાપોર ખાતે અન્ડર વોટર કેટેગરી માં રોબોટ નું ફાઈનલ માં શ્રેષ્ઠ પ્રદર્શન ,બીવીએમ ઇસી ના વિધાર્થી ને મળેલ પ્રતિષ્ઠિત દેવાંગ મેહતા IT એવોર્ડ, અધ્યાપકો દ્વારા પ્રતિષ્ઠિત જર્નલ્સ તથા ઇન્ટરનેશનલ કોન્ફરન્સ માં 94 જેટલા રિસર્ચ પેપર પબ્લિકેશન, 5 જેટલી બુક્સ પબ્લિકેશન ,14 જેટલી પેટન્ટ્સ નો સમાવેશ થાય છે. ગત વર્ષ દરમ્યાન 13 જેટલા અદ્યાપકો ને PhD ની પદવી એનેયાત કરવામાં આવી હતી તથા 28 જેટલા અધ્યાપકો વર્તમાન સમય માં PhD કરી રહ્યા છેતથા 33 જેટલા અધ્યાપકો અલગ અલગ યુનિવર્સીટીઓ માં PhD સુપરવાઈઝર તરીકે કાર્યરત છે.બીવીએમ એ 87 જેટલી ઇન્ડસ્ટ્રીઝ તથા 18 જેટલી દેશ વિદેશ ની યુનિવર્સીટી સાથે સંકળાયેલ છે જેને અંતર્ગત સમર ઇન્ટર્નશિપ પ્રોગ્રામ નું આયોજન થાય છે.બીવીએમ ખાતે ગત વર્ષે 6 જેટલા સેન્ટર ઓફ એક્સેલેન્સ નું ઉદ્ઘાટન થયું એ સાથે 15 જેટલા સેન્ટર ઓફ એક્સલન્સ વર્તમાન ટેક્નોલોજીસ પર કાર્યરત છે.મણે જણાવ્યું હતું કે બીવીએમ એલ્યુમની એસોસિએશન માં 16000 જેટલા લાઈફ મેમ્બર્સ કાર્યરત છે તથા ગત વર્ષે બીવીએમ એલ્યુમની એસોસિએશન દ્વારા 12 જેટલા ચાય પે ચર્ચા પ્રોગ્રામ, UK તથા Dubai ગેટ ટુ ગેધર યોજાવમાં આવ્યા હતા.ગત વર્ષે બીવીએમ ખાતે 103 જેટલા એક્સપર્ટ ટોક્સ, 46 વર્કશોપ તથા 46 ટેક્નિકલ વિઝીટ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 26 એક્સપર્ટ લેક્ચર તથા 27 જેટલા વર્કશોપ એ બીવીએમ એલ્યુમની એસોસિએશન અંતર્ગત યોજાયા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે 255 જેટલા વિધાર્થીઓ નામાંકિત કંપનીઓ માં પ્લેસમેન્ટ મેળવ્યું છે જેનું વાર્ષિક સરેરાશ પેકેજ 4.5 લાખ છે. બીવીએમ ના 79 જેટલા વિધાર્થીઓ એ દેશ તથા વિદેશ ની ખ્યાતનામ યુનિવર્સીટી માં અનુસ્નાતક કોર્સીસ માં એડમિશન મેળવ્યું છે તથા 90 જેટલા વિધાર્થીઓ અલગ અલગ કોમ્પિટિટિવ એક્ઝામ માં ઉત્તીર્ણ થયા છે.બીવીએમ ના 381 થી વધુ વિધાર્થીઓ ને TFWS/MYSY/BVM Alumni દ્વારા 1.4 કરોડ રૂ. નો સપોર્ટ શૈક્ષણિક ફી સ્વરૂપે તથા એલિકોન સ્કોલરશીપ દ્વારા 17.25 લાખ રૂ ની મદદ જરૂરિયાતમંદ વિધાર્થીઓ ને મળી હતી.

આ પ્રસંગે કાર્તિક ભટ્ટે બીવીએમ ખાતેના સંસ્મરણો વાગોળ્યા હતા તથા પ્રોફેશનલ ક્ષેત્રે નોલેજ તથા આત્મવિશ્વાસ ની અગત્યતા જણાવતા કહ્યું હતું કે બીવીએમ ખાતે અંતિમ વર્ષમાં ઇન્ડસ્ટ્રીઝ ડીફાઈન પ્રોજેક્ટ એ તેમના માટે લાઈફ ચેન્જ સાબિત થયો હતો આ ઉપરાંત તેમણે USA દ્વારા પ્રમાણિત કેપ્સુલ પેટન્ટ વિશે પણ જણાવ્યું હતું. કીર્તન ભટ્ટે જણાવ્યું હતું કે તેમની કારકિર્દીમાં બીવીએમના પ્રોફેસરો દ્વારા થયેલું ઘડતર એ અગત્યનો ભાગ ભજવે છે તેમણે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ તથા હ્યુમન ઇન્ટેલિજન્સ બંનેનો સમન્વય કરીને કરીને કારકિર્દીમાં હરણફાળ ભરી શકાય છે તેમ જણાવ્યું હતું.સુપ્રકાશ ચૌધરી એ જણાવ્યું હતું કે બીવીએમએ રેટ્રોથી મેટ્રો સુધીની સફરમાં ડેવલપમેન્ટના શિખરો સર કર્યા છે તેમના લાઈવ એપ્રોચ વિશે જણાવ્યું હતું કે જીવનમાં ક્યુરીયસ રહેવું, જે માઇલ સ્ટોન હાંસલ કરવાનો છે તે જર્ની એન્જોય કરવી તથા સારા મિત્રો હોવા એ ખૂબ મહત્વપૂર્ણ બાબત છે.ચારુતર વિદ્યામંડળ ના અધ્યક્ષ એન્જિનિયર ભીખુભાઈ પટેલે સૌને અભિનંદન પાઠવ્યા હતા તથા જણાવ્યું હતું કે બીવીએમ માં ભણનાર વિધાર્થીઓ નું ઘડતર જ એ રીતે થાય છે કે તે આત્મનિર્ભર બનીને રહે છે. વિશ્વ માં દરેક ક્ષેત્રે પ્રતિભાશાળી એવા બીવીએમ ના વિધાર્થીઓ એ ગૌરવ સાથે બીવીએમ નું પ્રતિનિધિત્વ કરે છે.શ્રી રોનક જોશી (MD, સાગર કન્સલ્ટન્ટ ) એ વિધાર્થીઓ ને તેમના ક્ષેત્રો માં શ્રેષ્ઠ પરફોર્મન્સ આપવા માટે જણાવ્યું હતું તથા ટેક્નિકલ ફેસ્ટિવલ UDAAN 26 ની સફળતા બદલ અભિનઁદન પાઠવ્યા હતા.


ઉપરોક્ત મહાનુભાવો ની ઉપસ્થિતિ માં બીવીએમ ના વાર્ષિક અહેવાલ ની ડિજિટલ આવૃત્તિ નું તથા વિશ્વકર્મા મેગેઝીન નું વિમોચન કરવામાં આવ્યું હતું.

ઉપરોક્ત પ્રસંગે બીવીએમ ના દરેક વર્ષ ના વિદ્યાર્થીઓ ના ઉક્ર્ષ્ટ પરિણામ બદલ ગોલ્ડમેડલ, સિલ્વર મેડલ, મેરીટ પ્રાઈઝ તથા ઈત્તર પ્રવૃર્તીઓ માં ઉત્કુષ્ટ દેખાવ બદલ એવોર્ડ થી સન્માનિત કરવામાં આવ્યા હતા આ પ્રસંગે ચારુતર વિદ્યામંડળ ના અધ્યક્ષ એન્જીનીયર ભીખુભાઇ પટેલ તથા અન્ય હોદ્દેદારો એ અભિનંદન પાઠવ્યા હતા.

Advertisement