ફાયર સેફ્ટી માટે પહેલ: કરમસદ હોસ્પિટલમાં થયો સફળ મોકડ્રીલ અભ્યાસ
આણંદ ફાયર ડિપાર્ટમેન્ટને કરમસદ મેડિકલ હોસ્પિટલના બીજા માળે વોર્ડરૂમમાં આગ લાગવાની અને 10 દર્દીઓ ફસાયા હોવાની માહિતી મળી. ફાયર ઓફિસર ધર્મેશ ગોર સાથેની ટીમ તરત જ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ફાયર વિભાગના જવાનોએ આગ પર કાબૂ મેળવ્યો. તેમણે બે દર્દીઓને સ્ટ્રેચર દ્વારા બહાર કાઢ્યા. નર્સિંગ અને સિક્યુરિટી સ્ટાફની મદદથી બાકીના 8 દર્દીઓને અન્ય વોર્ડમાં ખસેડવામાં આવ્યા હતા.
આ ઘટના એક મોકડ્રીલનો ભાગ હતી. કરમસદ હોસ્પિટલ પ્રશાસન, હોસ્પિટલ સેફ્ટી ઓફિસર અને આણંદ ફાયર વિભાગે સંયુક્ત રીતે આ મોકડ્રીલનું આયોજન કર્યું હતું. હોસ્પિટલના ડોક્ટરો, નર્સિંગ સ્ટાફ, કર્મચારીઓ અને પોલીસ સ્ટાફે આ પ્રેક્ટિકલ મોકડ્રીલમાં ભાગ લીધો. મોકડ્રીલ પૂર્ણ થયા બાદ ફાયર ઓફિસર ધર્મેશ ગોરે તમામ સ્ટાફને ફાયર સેફ્ટી અંગે માર્ગદર્શન આપ્યું. તેમણે જણાવ્યું કે આવી મોકડ્રીલ જનતા અને હોસ્પિટલ સ્ટાફને કટોકટીની પરિસ્થિતિ માટે તૈયાર રાખે છે.