Advertisement

પેટલાદ સહિત 7 ગ્રામ પંચાયતોમાં સરપંચ માટે માત્ર એક જ ઉમેદવાર મેદાનમાં

પેટલાદ સહિત 7 ગ્રામ પંચાયતોમાં સરપંચ માટે માત્ર એક જ ઉમેદવાર મેદાનમાં

પેટલાદ સહિત 7 ગ્રામ પંચાયતોમાં સરપંચ માટે માત્ર એક જ ઉમેદવાર મેદાનમાં

આણંદ જિલ્લાની 159 ગ્રામ પંચાયયોની સામાન્ય ચૂંટણીમાં ફોર્મ ભરવાના છેલ્લા દિવસે તમામ તાલુકાની મામલતદાર કચેરીમાં ઉમેદવારો અને ટેકદારો મોટી સંખ્યામાં ઉમટી પડતાં ભારે ભીડ જામેલી જોવા મળી હતી.જિલ્લામાં સરંપચની 159 બેઠકો પર 524 અને સભ્યોની 1464 બેઠકો માટે 1818 ઉમેદવારી પત્રો ભરાયાં છે. આમ સરપંચ બેઠક માટે સરેરાશ ત્રણ ફોર્મ ભરાયા છે. જ્યારે વોર્ડની બેઠક પર સરેરાશ દોઠ ફોર્મ ભરાયા છે.જ્યારે આણંદ તાલુકાની 1 સહિત કુલ 7 ગ્રામ પંચાયતો સરપંચની બેઠક પર માત્ર એક જ ઉમેદવારી પત્ર ભરાયા છે.જેમાં પેટલાદની 3 ગ્રામ પંચાયતનો સમાવેશ થાય છે

આણંદ તાલુકાની 17 ગ્રામ પંચાયતો માં સરપંચની 17 બેઠક પર 79 અને સભ્યોની 182 બેઠક પર 407 ઉમેદવારો ફોર્મ ભર્યા છે. જ્યારે એક ગ્રામ પંચાયતમાં સરપંચની બેઠક પર એક જ ઉમેદવારી પત્ર ભરાયું છે. જેથી તે બિનરહીફ જાહેર થઇ છે. જ્યારે ઉમરેઠની 12 ગ્રામ પંચાયતોમાં સરપંચની 12 બેઠક 52 અને સભ્યની 112 પર 156 ઉમેદવારી પત્ર ભરાયા છે.

જ્યારે બોરસદ તાલુકાની 23 ગ્રામ પંચાયતોમાં સરપંચની 23 બેઠકો પર 99 અને સભ્યની 206 બેઠક પર 327 ઉમેદવારી પત્ર ભરાયાં છે. જયારે આંકલાવ તાલુકાની 19 ગ્રામ પંચાયતની સરપંચની 19 બેઠકો માટે 82 અને સભ્યની 174 બેઠકો પર 289 ઉમેદવારી પત્ર ભરાયા છે.જ્યારે ભેટાસી તળપદ ગ્રામ પંચાયત સમરસ થઈ છે પેટલાદ તાલુકાના નાર, સુંદરા અને આમોદ ગામે સરપંચની બેઠક પર માત્ર એક એક જ ઉમેદવારી પત્ર ભરતાં બિનહરીફ ચૂંટાયેલા જાહેર કરવામાં આવશે.

પેટલાદના 33 ગામમાં સરપંચના 123 ઉમેદવાર

પેટલાદ તાલુકા 33 ગ્રામ પંચાયતમાં સરપંચની 33 બેઠકો પર 123 ઉમેદવારી અને 302 વોર્ડની બેઠકો પર 464 ઉમેદવારી પત્રો ભરાયા છે. ખંભાત તાલુકાના 20 ગ્રામ પંચાયતમાં સરંપચની 20 બેઠકો પર 92 ઉમેદવારો અને સભ્યની 178 બેઠકો પર 235 ઉમેદવારી પત્રો ભરાયાં છે. સોજિત્રા તાલુકાના 16 ગામોની ચૂંટણી માટે સરપંચ પદ માટે કુલ 51 અને વોર્ડની 150 બેઠકો પર 234 જેટલું નામાંકન કચેરીમાં નોંધાયું હતું.જ્યારે એક ગ્રામ પંચાયત સમરસ થઇ છે.

Advertisement