Advertisement

પેટલાદમાં નવા પોલીસ મથકો બનશે, રાજ્યમંત્રી કમલેશ પટેલના હસ્તે ખાતમુહૂર્ત

પેટલાદમાં નવા પોલીસ મથકો બનશે, રાજ્યમંત્રી કમલેશ પટેલના હસ્તે ખાતમુહૂર્ત

પેટલાદમાં ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમ દ્વારા રૂપિયા 9.30 કરોડના ખર્ચે નિર્માણ પામનાર નવીન ટાઉન પોલીસ મથક અને રૂરલ પોલીસ મથકનું ખાતમુહૂર્ત રાજ્ય કક્ષાના મંત્રી કમલેશ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું.લાંબા સમયથી પેટલાદ શહેર પોલીસ મથક જર્જરિત હાલતમાં હતું, જેના કારણે હાલ તે કોમર્શિયલ બેંકની બિલ્ડિંગમાં કાર્યરત છે.

બીજી તરફ, પેટલાદ રૂરલ પોલીસ મથક પણ સુવિધાઓથી વંચિત હતું. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને નવા પોલીસ મથકો બનાવવાનો નિર્ણય લેવાયો છે.ગુજરાત પોલીસ આવાસ નિગમ દ્વારા બંને પોલીસ મથકોને પેટલાદના સાઈનાથ ચોકડી પાસે રૂપિયા 9.30 કરોડના ખર્ચે બનાવવામાં આવશે.

આણંદ જિલ્લા પોલીસ વડા જે.જે. જસાની દ્વારા ખાતમુહૂર્તના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે રાજ્યકક્ષાના મંત્રી કમલેશભાઈ પટેલ, જિલ્લા પોલીસ વડા જે.જે. જસાની, સોજીત્રા ધારાસભ્ય વિપુલભાઈ પટેલ, જિલ્લા પંચાયત સદસ્ય બાદલભાઈ પટેલ, ડીવાયએસપી એચ.બી. વાઘેલા, પેટલાદ પોલીસ સ્ટાફ તેમજ પેટલાદ શહેર અને તાલુકાના ભાજપના હોદ્દેદારો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement