નવેમ્બરમાં રેકોર્ડ બ્રેક ઠંડી: 12.5 ડિગ્રી પર શહેર ઠુંઠું
રાજ્યમાં અત્યાર સુધી નૈરૂત્ય પવનો સાથે ભેજનું પ્રમાણ વધુ રહેતા સતત પવનની દિશા બદલાતી હતી. જેના કારણે ગરમીનો અનુભવ થતો હતો છેલ્લા 2 દિવસથી ઇશાની સુકાપવનો યુપી, એમપી તરફથી ફુંકાતા ઠંડીનું જોર વધ્યું છે. 25મી નવેમ્બર 2016માં લઘુત્તમ તાપમાન 12.7 ડિગ્રી નોંધાયું હતું. ત્યારબાદ 8 વર્ષ પછી પારો 12.5 નોંધાયો છે. જો કે 25મી નવેમ્બર સુધીમાં લઘુત્તમ તાપમાન 14 ડિગ્રી આસપાસ રહે છે.
આણંદ કૃષિ હવામાન વિભાગના વૈજ્ઞાનિકોના જણાવ્યાં અનુસાર સામાન્ય કરતાં લઘુતમ પારો 2 ડિગ્રી નીચો રહ્યો છે. આગામી બે દિવસ સુધી પારો નીચે રહેશે .ત્યારબાદ 2 ડિગ્રીનો વધારો થતાં ઠંડીમાં ઘટાડો થશે. સામાન્ય કરતાં ઠંડીનું પ્રમાણ વધુ રહેતા કાંતિલ ઠંડીનો અનુભવ વર્તાય રહ્યો છે. મોડી રાત્રે સુકા પવનો જોર 10 કિમી આસપાસ રહેતા ઠંડીનું જોર વધ્યું છે. દિલ્હી,પંજાબ, હરિયાણા, એમપી સહિતના રાજ્યમાં કોલ્ટવે છવાયો છે. તેમજ આકાશ સ્વચ્છ થતાં ભેજનું પ્રમાણ ઘટયું હોવાથી ઇશાની સુકા પવનોનું જોર વધતાં સામાન્ય કરતાં પારો 2 ડિગ્રી નીચો જતાં કાંતિલ ઠંડીનો અનુભવ થઇ રહ્યો છે. છેલ્લા 8 વર્ષમાં પહેલી વખત નવેમ્બરના ત્રીજા સપ્તાહમાં લઘુત્તમ તાપમાન 12.5 ડિગ્રી નોંધાયું છે. હજુ બે દિવસ પારો 12 ડિગ્રી આસપાસ રહેવાની સંભાવના છે.