Advertisement

નવરાત્રિ પર્વ માટે ગરબાના આયોજકો સજ્જ:વરસાદ પડે તો પણ કલાકમાં ગ્રાઉન્ડ કોરુ કરીને ગરબા રમાડવાની તૈયારી

નવરાત્રિ પર્વ માટે ગરબાના આયોજકો સજ્જ:વરસાદ પડે તો પણ કલાકમાં ગ્રાઉન્ડ કોરુ કરીને ગરબા રમાડવાની તૈયારી

નવરાત્રિ પર્વ માટે ગરબાના આયોજકો સજ્જ:વરસાદ પડે તો પણ કલાકમાં ગ્રાઉન્ડ કોરુ કરીને ગરબા રમાડવાની તૈયારી

સોમવાર થી મા જંગદબાના નવરાત્રિ પર્વનો પ્રારંભ થઇ રહ્યો છે. ત્યારે રવિવારે બપોરે આણંદ પંથકમાં સામાન્ય વરસાદી ઝાપટું પડતાં મેદાનો ભીંજાઇ ગયા હતા. જેના કારણે ગરબાના આયોજકો સહિત ખેલૈયા મુંઝવણ અનુભવી રહ્યાં છે.

ગમે તેટલો વરસાદ પડે તો પણ ગરબા રમવા માટે 1 કલાકમાં માટી છારુ સહિત રેતી નાંખીને મેદાન તૈયાર કરવામાં આવશે. ગરબા આયોજકો તો કોઈપણ સંજોગોમાં ગરબા તો થશે જ તેવી તૈયારી માટે સજ્જ છે.

ગરબા ગ્રાઉન્ડમાં હાલમાં વરસાદી પાણી ભરાયા છે પરંતુ જો સોમવારે પણ વરસાદ આવશે અને પાણી ભરાશે તો તેનો નિકાલ કરી ગ્રાઉન્ડને કોરું કરવા માટે છારું પાથરવાની વ્યવસ્થા પણ આયોજકો દ્વારા કરવામાં આવી છે.

પરંપરાગત રીતે મા અંબાની આરતી સાથે નવરાત્રિના પ્રથમ દિવસના ગરબાનો આજથી પ્રારંભ થશે. ખેલૈયાઓમાં પણ ગરબે ઘૂમવા માટે અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે.

ચણિયાચોળીના બજારમાં મોડીરાત સુધી ભીડ જોવા મળી

સોમવારે નવરાત્રિ શરૂ થતી હોવાથી ગ્રામ્ય વિસ્તારમાંથી રવિવાર સવારથી મહિલા અને યુવતીઓ મોટા પ્રમાણ ચણિયાચોળી ખરીદવા માટે વિદ્યાનગર રોડ સહિત ઇન્દિરા સ્ટેચ્યુ પાસે આવેલા ચણિયાચોળીના બજારમાં ઉમટી પડી હતી. જેના કારણે માર્ગો વાહનોની કતાર લાગેલી જોવા મળી હતી. છેલ્લી ઘડીએ વેપારીઓ મનફાવે તેવા ભાવ લઇને લૂંટ ચલાવી હતી.

35 બ્યુટી પાર્લરમાં 2 હજાર યુવતીઓનું 9 દિવસનું બુકિંગ

આણંદ-વિદ્યાનગર ખાતે આવેલા 35 થી વધુ બ્યુટી પાર્લર આવેલા છે. જેમાં નવરાત્રિ દરમિયાન જુદા જુદા મેકઅપ કરીને સજ્જ થઇ ને ગરબા ગાવા માટે યુવતીઓ જતી હતી. જેમાં 2 હજારથી વધુ યુવતીઓ બુકિંગ કરાવ્યું છે. જેના પગલે સોમવાર સાંજના 6 વાગ્યાથી બ્યુટી પાર્લરમાં ભારે ભીડ જોવા મળશે.

ત્રણથી ચાર કલાકનું વેઈટિંગ હોવા છતાં પણ યુવતીઓ શાંત ચિત્તે પોતાનો વારો આવે તેની રાહ જોતી જોવા મળી હતી. ખાસ કરીને હેર ટ્રીટમેન્ટ અને હેર કટીંગ માટે યુવતીઓની ભીડ જામી હતી.

ગરબામાં પોલીસની શી ટીમ ટ્રેડિશનલ કપડામાં પહેરો ભરશે

આણંદ શહેર સહિત જિલ્લામાં 590 ગરબા અને બોરસદ, આણંદ, ખંભાત, પેટલાદ સહિત 18 જગ્યાએ પ્રોફેશ્નલ ગરબાનું આયોજન કરાયું છે. જેને 450 પોલીસ કર્મચારી અને 640થી વધુ હોમગાર્ડ અને જી.આર.ડી. જવાનો ફરજ બજાવશે. ગરબા ગરમિયાન પોલીસે મોબાઇલ વાન થી ગરબા સ્થળે, અંતરિયાળ રસ્તાઓ અને કેનાલ પર પેટ્રોલિંગ કરશે.

આ ઉપરાંત મહિલા પોલીસની શી ટીમ બે રીતે કાર્યરત કરશે, એક ગરબાના સ્થળે અને ટ્રેડિશનલ કપડામાં પહેરો ભરશે.

આ ઉપરાંત શહેરમાં નેત્રમ કેમેરા, બોડી વોર્મ કેમેરાથી મોનીટરીંગ કરાશે. નશો કરી આવતા તત્વોને ઝડપી પાડવા બ્રિથ એનાલાઇઝર નો ઉપયોગ કરાશે.

Advertisement