દિવાળીએ ચરોતરમાં ગરમીનો દોર યથાવત: તાપમાન 35 ડિગ્રી સુધી પહોંચવાની સંભાવના
ચરોતરમાં દિવાળીના તહેવારોની શરૂઆત આકરી ગરમી વચ્ચે થશે. આગામી ત્રણ દિવસ ગરમીનો પારો 35 ડિગ્રી અને લઘુતમ તાપમાન 24 ડિગ્રી રહેતા ગરમીનું જોર વધુ રહેશે. હાલમાં દક્ષિણ ગુજરાતમાં વાદળોના પગલે ઠંડા પવનોનું જોર ઘટતાં પુન: ગરમીનો દોર શરૂ થયો છે.જ્યારે ભેજનું પ્રમાણ 60 ટકા અને પવનની ગતિ પ્રતિકલાક 5 કિમીની આસપાસ રહેશે. આગામી ત્રણ દિવસ સુધી રહેવાની સંભાવના છે.દિવાળી તહેવાર પર સામાન્ય ગરમીનું જોર રહેશે.