દાહોદ જિલ્લાના ખંગોલા ચેકપોસ્ટ પર કતવારા પોલીસે મોટી કાર્યવાહી કરી છે. ચંદીગઢથી વડોદરા તરફ લઈ જવાતો વિદેશી દારૂનો જથ્થો કન્ટેનરના ગુપ્ત ખાનામાંથી ઝડપી લેવાયો. પોલીસે 32 હજારથી વધુ બોટલો સાથે અંદાજે ₹80 લાખનો દારૂ જપ્ત કર્યો છે. આ મામલે રાજસ્થાનના બાડમેર જિલ્લાના બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે અન્ય ત્રણ આરોપીઓ ફરાર છે અને તેમની શોધખોળ શરૂ કરાઈ છે.
દાહોદના ખંગોલા ચેકપોસ્ટ પર દારૂની હેરાફેરી પકડાઈ, ₹80 લાખનો જથ્થો જપ્ત