આણંદ તાલુકા પંચાયતની સામાન્ય સભામાં વર્ષ 2025-26નું સુધારેલું બજેટ અને વર્ષ 2026-27નું વાર્ષિક અંદાજપત્ર રજૂ કરવામાં આવ્યું. તાલુકા પંચાયત પ્રમુખ પારૂલબેન પરમાર દ્વારા રજૂ કરાયેલા આ અંદાજપત્રમાં વર્ષ 2026-27 માટે કુલ આવક રૂ. 217.76 કરોડ અને કુલ ખર્ચ રૂ. 185.79 કરોડ દર્શાવવામાં આવ્યો છે, આમ રૂ. 31.96 કરોડની પુરાંત દર્શાવે છે. આ બજેટમાં સ્વચ્છ ગુજરાત સ્વસ્થ ગુજરાત અભિયાન, કૃષિ, પશુપાલન, શિક્ષણ અને આરોગ્ય જેવી પાયાની સુવિધાઓ પર ભાર મૂકવામાં આવ્યો હોવાનું જણાવાયું છે.
આણંદ તાલુકા પંચાયત બજેટ બેઠકમાં ગત વર્ષના એજન્ડામાં થોડા ઘણા ફેરફાર કરીની રજૂ કરવામાં આવ્યું છે. જો કે તાલુકા પંચાયત દ્વારા કેટલાંક ખર્ચ ઘટાડવામાં આવ્યાં છે. તાલુકાના 39 ગામો ચાલતી પ્રાથમિક શાળાઓ માટે દરવર્ષે ખાસ કંઇ જોગવાઇ કરવામાં આવતી નથી. તેમજ ચાલુ વર્ષે પણ પ્રવેશોત્સવ, વિજ્ઞાન મેળા સહિત પુસ્તકો,સ્પર્ધા વગેરે માટે માત્ર 10.75 લાખનો ખર્ચ કરવામાં આવનાર છે. ગામડી ડાક બંગ્લોઝ વાળી જગ્યામાં તાલુકા ક્વાર્ટર દરખાસ્ત કરાઇ ગામડી સરકારી ડાક બંગ્લોઝ વાળી જગ્યાએ સરકારી કવાર્ટરના બાંધકામ માટે હેતુફેર કરવાની જરૂરી કાર્યવાહી કરીને કર્મચારીઓ માટે ફાળવવામાં કામ મુકવામાં આવ્યું છે. જે કામની મંજૂરી મળતાં જ હાલના બજેટમાં કોઇ જોગવાઇ કરાઇ નથી. પરંતુ મંજૂર થતાં રીવાઇઝ બજેટમાં જોગવાઇ કરવામાં આવશે. તેમ સભામાં ઠરાવ રપવામાં આવ્યો છે.