આણંદ શહેરના જૂના બસ સ્ટેશન પાસે આવેલી મનપા હસ્તકની જમીનમાં 7 દાયકા અગાઉ ગેરકાયદે 87 દુકાનોહટાવા મનપાએ દુકાનદારોને ચાર દિવસ અંતિમ અલ્ટીમેટ આપ્યું છે.
આણંદ મનપાના એસ્ટેટ વિભાગે તાજેતરમાં જૂના બસ સ્ટેશન થી અમૂલ ડેરી રોડ તેમજ શહેરના અન્ય વિસ્તારો જૂના નકશા મુજબ ડ્રોન સર્વે કરીને દબાણો કેટલાંક છે.
તેનું તારણ કાઢીને તેને દૂર કરવાની કવાયત હાથ ધરી છે. જેના ભાગરૂપે મનપાએ તાજેતરમાં ડ્રોન સર્વે કરીને રાજા રણછોડરાય માર્કેટના 87 વેપારીઓને એક માસ અગાઉ નોટીસ આપી હતી. ત્યારબાદ બે વખત મૌખિક સુચના આપી હતી.
તેમ છતાં દબાણો ઠેર ઠેર રહેતા આખરે મનપાના એસ્ટેટ વિભાગ સોમવાર સુધી ચાર દિવસ સ્વેચ્છાએ દબાણો દૂર કરવા અંતિમ અલ્ટીમેટ આપ્યું છે. ત્યારબાદ મનપા તોડી પાડીને તમામ ખર્ચ દુકાનદારો પાસેથી વસુલવાનો નિર્ણય કર્યો છે.
રેલ્વે સ્ટેશન પાસેની દૂકાનો દૂર કરાય તો પાર્કિંગની સુવિધા ઊભી કરી શકાય તેમ છે
આણંદ શહેરના રેલ્વે સ્ટેશન બાજુમાં પણ કેટલીક ગેરકાયદે દુકાનો આવેલી છે. જે દૂર કરવામાં આવે તો ટુ વ્હીલર ચાલકો માટે પાર્કીંગ વ્યવસ્થા થઇ શકે તેમ છે. સીટી બસ આયોજન હાથ ધરાયું છે. ત્યારે તે જગ્યાએ સીટી બસ સ્ટેન્ડ બનાવવામાં આવે તો રેલ્વે કે એસટીબસમાં ઉતરતા મુસાફરો શહેરમાં કરમસદ,વિદ્યાનગર કે બાકરોલ જવા માટે સીટી બસ સરળા મળે તેમ છે.