Advertisement

ડોર ટુ ડોર કચરો ઉઠાવા ખાનગી ગાડીઓની અનિયમિતતા સામે રહીશોની ફરિયાદ

ડોર ટુ ડોર કચરો ઉઠાવા ખાનગી ગાડીઓની અનિયમિતતા સામે રહીશોની ફરિયાદ

ડોર ટુ ડોર કચરો ઉઠાવા ખાનગી ગાડીઓની અનિયમિતતા સામે રહીશોની ફરિયાદ

આણંદ નગરપાલિકામાંથી આણંદ મહાનગર પાલિકા બનતાં નગરજનોમાં આશા જાગી હતી કે, સારી સગવડ મળશે. પરંતુ તેથી વિપરીત બે-ત્રણ માસ પહેલાં જ શરૂ કરેલ રોજેરોજ ડોર ટુ ડોર કચરા કલેકશન ઉઘરાવવાનો કોન્ટ્રાકટ આણંદ મહાનગર પાલિકા દ્વારા આપ્યોહતો. પરંતુ આ કચરા ક્લેકશનની ગાડીઓ બે મહીના રેગ્યુલર ચાલ્યા બાદ હવે ચારથી પાંચ દિવસે આવે છે. જેથી નગરજનોને સગવડના બદલે અગવડ પડી રહી છે.

આણંદ પાલિકામાંથી મહાનગર પાલિકા બન્યા બાદ શહેરમાં રોજે-રોજ કચરાના કલેક્શન માટે ડોર ટુ ડોર કચરા કલેકશનનો કોન્ટ્રાકટ અપાયો હતો. જે બે મહીના સુધી વ્યવસ્થિત ચાલ્યો હતો. પરંતુ આણંદના ભાલેજરોડ ઓવરબ્રિજની આજુબાજુની સોસાયટીઓમાં તા. 1 એપ્રિલથી કચરા કલેકશન કરવા રોજેરોજ ગાડી આવતી નથી. આ અંગે વારંવાર ફરિયાદ કરવા છતાં અણઘડ આયોજનના કારણે સ્થાનિકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. આ અંગે ફરિયાદ કરતાં સુપરવાઇઝરે જણાવ્યું હતું કે, ડ્રાઇવર નોકરી છોડીને જતો રહ્યો છે. જે નવો ડ્રાઇવર આવશે ત્યારે કચરાનું કલેકશન રેગ્યુલર થઇ જશે પરંતુ હજુસુધી રેગ્યુલર થયેલ નથી.

આ અંગે ફરીથી ફરિયાદ કરતાં જણાવેલ નવો ડ્રાઇવર આવી ગયો છે પરંતુ તે અન્ય રાજ્યનો હોવાથી તે વિસ્તારની ભૂગોળથી પરિચિત નથી પરંતુ આજે 20 દિવસ થઇ જવા છતાં ચાર-પાંચ દિવસમાં ફક્ત એકજ વાર કચરા કલેકશન માટે ગાડી આવે છે. તો આ અંગે લાગતા વળગતા સત્તાવાળાઓ આ બાબતે ઘટતું કરી કચરા કલેકશન માટે રેગ્યુલર ગાડી આવે તેવી આ વિસ્તારના રહીશોની માંગ છે. આ ઉપરાંત આ વિસ્તારમાં સફાઈનો પણ અભાવ જોવા મળે છે. આ વિસ્તારમાં અઠવાડીયામાં ફક્ત એકજ દિવસ મંગળવારે સફાઇ કરવામાં આવે છે અને તે પણ ઉપર ઉપરથી કચરો લઇને સફાઇ સેવકો જતા રહે છે.

Advertisement