ટ્રક નીચે દબાયાની શંકાએ 3 મૃતદેહોની શોધખોળ માટે નદીમાં 3 મશીન ઉતારાયા
વડોદરા અને આણંદને જોડતો મહીસાગર પરનો ગંભીરા ઓવરબ્રિજ અચાનક ધરાશાઈ થઇ ગયો હતો.ત્યારે નદીમાં ખાબકેલા વાહનો બહાર કાઢવા માટે હીટાચી મશીનની મદદ લેવાઇ હતી. જો કે નદીના પટમાં કાદવ કીચ્ચડ હોવાથી તંત્રએ 3 જેસીબી મશીનથી ખોદકામ કરીને માટીથી નવો રસ્તો બનાવ્યો હતો.મોડી રાત સુધી કામગીરીઓ ચાલુ રખાઈ હોવાનું સુત્રોએ જણાવ્યું હતું.
પ્રાપ્ત વિગત મુજબ ગંભીરા ઓવરબ્રિજ ધરાશાઈ થતા પસાર થતી ટ઼ક ખાબકી ગઈ હતી.ત્યારે ટ઼ક ચાલકનું સ્થળ ઉપર મોત નિપજયુ હોવાનો વિડીયો સોશિયલ મિડીયામા વિડીયો વાયરલ થયો હતો. આ સમયે નદીમાં ખાબકેલી ટ્રક નીચે અન્ય 3 મૃતદેહ દટાઈ ગયા હોવાની શંકાને આધારે ટીમોએ હીટાચી મશીન અને 3 જેટલી ક્રેઈન કામે લગાડી હતી. જો કે ટ્રકમાં ટાઇલ્સ ભરેલી હોય તંત્રએ વડોદરા તરફથી જેસીબી મશીનથી ખોદકામ કામગીરીઓ હાથ ધરાઈ હતી. બીજી તરફ પુનમ ભરતી હોય નદીમાં ભરતીની ઓટના પાણી એકાએક વધી ગયા હોવાથી મોડી રાત્રિ સુધી ટ્રકને બહાર કાઢવાની કામગીરીઓ હાથ ધરાશે. ત્યારબાદ તમામ મૃતદેહ બહાર કાઢવામાં આવશે.