જાહેરમાં ધૂમ્રપાન નહીં! મનપાના સઘન અભિયાનમાં 326 વ્યક્તિઓ દંડીત
તમાકુના સેવન અને તેનાથી થતા કેન્સર જેવા ગંભીર રોગોને નાથવા કરમસદ-આણંદ મનપાના કમિશ્નરના માર્ગદર્શન હેઠળ શહેરના વિવિધ વિસ્તારોમાં તમાકુ નિયંત્રણ અધિનિયમ હેઠળ સઘન ઝુંબેશ હાથ ધરી હતી. શહેરના વિવિધ વિસ્તારમાં ધુમ્રપાન કરનાર અને નિયમોનો ભંગ કરનાર 326 લોકો પાસેથી રૂ 39 હજારનો દંડ ફટકાર્યો છે.
મનપા આરોગ્ય વિભાગની ટીમો દ્વારા ગણેશ ચોકડી, બાકરોલ, કરમસદ, વિદ્યાનગર, જીટોડીયા, મોગરી, લાંભવેલ અને ગામડી સહિતના વિસ્તારોમાં જાહેરમાં ધૂમ્રપાન કરતા અથવા નિયમોનું ઉલ્લંઘન કરી તમાકુ વેચતા લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.જેમાં જાહેર સ્થળોએ ધૂમ્રપાન કરવા બદલ કલમ 47 વ્યક્તિઓ,18 વર્ષથી ઓછી ઉંમરના સગીરોને તમાકુ વેચવા કરવા બદલ 238 વ્યક્તિઓ અને શૈક્ષણિક સંસ્થાઓની આસપાસ તમાકુનું વેચાણ કરવા બદલ 41વ્યક્તિઓ સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી છે. આમ, કુલ 326 વ્યક્તિઓ પાસેથી દંડ પેટે રૂ. 39,710 જેટલી રકમ વસૂલવામાં આવી છે.