Advertisement

જનતા હોસ્પિટલમાં સફાઈના બહાને ચોરી: આરોપીએ કબૂલી હકીકત

જનતા હોસ્પિટલમાં સફાઈના બહાને ચોરી: આરોપીએ કબૂલી હકીકત

જનતા હોસ્પિટલમાં સફાઈના બહાને ચોરી: આરોપીએ કબૂલી હકીકત

કઠલાલ : કઠલાલ નગરમાં જનતા હોસ્પિટલમાં સફાઈ કામદાર તરીકે નોકરીએ લાગ્યાના પ્રથમ દિવસે જ રૂા. ૧.૫૦ લાખ રોકડની ચોરી મામલે કપડવંજના ઘડિયા ગામના શખ્સની પોલીસે ધરપડ કરી છે. 

કઠલાલ પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હતી. ત્યારે શકમંદની પૂછપરછ કરતા સચિન શંકરભાઈ વણકર હોવાનું જણાવ્યું હતું. શખ્સ પાસેથી રૂા. ૧૫,૩૦૦ રોકડ અને મોબાઈલ મળી આવ્યો હતો. પોલીસે તેની વધુ પૂછપરછ કરતા કઠલાલ નગરમાં આવેલી જનતા હોસ્પિટલમાં ગત તા. ૧૮મીએ સચિન શંકરભાઈ વણકર (ઉં.વ. ૨૫) રહે. કપડવંજ તાલુકાના ઘડિયા ગામ, હાલ અમદુપુરા અમદાવાદવાળાને નોકરીની જરૂર હોવાથી ડૉક્ટરે તેને નોકરીએ રાખ્યો હતો. રાતે તે નાઈટમાં રોકાઈ ગયો હતો. તા. ૧૯મીએ સવારે ૬ કલાકે સફાઈ કરવાના બહાને ડૉક્ટરની ઓફિસમાં જઈ લોકર તોડી રોકડની ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. સીસીટીવી ફૂટેજ ચેક કરી ડૉક્ટરને બતાવતા ઓળખ કરી હતી. કઠલાલ પોલીસે શખ્સની અટકાયત કરી કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement