ચરોતરમાં 5 દિવસ સુધી સામાન્ય ઠંડીનું જોર રહેશે
આણંદ ખેડા જિલ્લામાં છેલ્લા 10 દિવસથી મહત્તમ તાપમાન 31 ડિગ્રી રહેતા બેવડીઋતુનો અનુભવ વર્તાઇ રહ્યો છે. આગામી પાંચ દિવસ સુધી વાતાવરણમાં કોઇ ફેરફાર થવાની સંભાવના નથી.જેને લઇને શાકભાજી સહિત પાકોમાં પિયત જરૂરીયાત વધુ રહેશે. તેમજ બટાકાની રોપણી કરી હોય તો હાલમાં ખાતર પાણી આપવા જણાવ્યું કૃષિ વૈજ્ઞાનિકોએ જણાવ્યું છે.
આણંદ કૃષિ હવામાન વિભાગના સૂત્રોના જણાવ્યાં અનુસાર વાતાવરણ સુકુ અને આકાશ સ્વચ્છ રહેશે. જ્યારે ભેજનું પ્રમાણ 60 ટકા આસપાસ રહેવાની સંભાવના છે. પાંચ દિવસ સુધી મહત્તમ તાપમાન 31 ડિગ્રી અને લઘુતમ તાપમાન 15 ડિગ્રી ની આસપાસ રહેશે. પવનની દિશા દક્ષિણ પૂર્વ રહેતા ઠંડીનું જોર ઘટયું છે. હાલના વાતાવરણને પગલે તુવેર પાકમાં કોરી ખાનારી ઇયળનો ઉપદ્વવ વધવાની સંભાવના છે. જેથી જરૂરી દવાઓનો છંટકાવ કરવા જણાવ્યું છે. જેમાં તુવેરમાં ભેજનું પ્રમાણ ઘટે તો ચાર દિવસે પિયત આપવા કૃષિ વૈજ્ઞાનિકોએ જણાવ્યું છે.