ગુજરાત પેટાચૂંટણીના પરિણામ: વિસાવદરમાં ભાજપને ઝટકો, ઈટાલિયાની જીત; કડીમાં કમળ ખીલ્યું
પંજાબ, પશ્ચિમ બંગાળ, ગુજરાત અને કેરળની પાંચ વિધાનસભા બેઠકો પર યોજાયેલી પેટાચૂંટણીના પરિણામો આજે જાહેર થયા છે. ગુરુવારે (19 જૂન) શાંતિપૂર્ણ રીતે મતદાન થયું હતું. ચૂંટણી પંચે આજે મતગણતરી માટે કડક સુરક્ષા વ્યવસ્થા કરી હતી. વિસાવદરમાં આમ આદમી પાર્ટી જ્યારે કડી બેઠક પર ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય થયો છે. વિસાવદરમાં આપમાં જશ્ન, કડીમાં ભાજપનો ભગવો લહેરાયો વિસાવદરમાં સતત આગળ ચાલી રહેલા આપના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાએ જીતનો પરચમ લહેરાવ્યો છે. 21 રાઉન્ડની મતગણતરીના અંતે આપના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાએ 17,581 મતથી ભવ્ય જીત મેળવી લીધી છે. આપને કુલ 75906 વોટ મળ્યા હતા, જ્યારે ભાજપને 58325 અને કોંગ્રેસને 5491 મળ્યા છે. વિસાવદરની જનતાએ ગોપાલ ઇટાલિયા પર વિશ્વાસ મૂક્યો છે. તો બીજી તરફ કડીમાં ભાજપના ઉમેદવાર રાજેન્દ્ર ચાવડાનો 38,904 મતોની લીડ સાથે ભવ્ય વિજય થયો છે. ભાજપને 98,836 વોટ મળ્યા છે, જ્યારે કોંગ્રેસને 59,932 અને આપને 3,077 વોટ મળ્યા છે. કડી ભાજપની જીત જશ્ન મનાવવામાં આવી રહ્યો છે, તો બીજી તરફ વિસાવદરમાં આપના ઉમેદવારોમાં ખુશી લહેર વ્યાપી જવા પામી છે.
ગુજરાત વિધાનસભાની સ્થિતિ
પાર્ટી બેઠક
ભાજપ 162
કોંગ્રેસ 12
આપ 5
અપક્ષ 3
કડીમાં મતગ ણતરી પૂર્ણ, ભાજપના રાજેન્દ્ર ચાવડા ફાવી ગયા, 38904 મતથી ભવ્ય વિજય કડી વિધાનસભા બેઠકના પરિણામ આવી ગયા છે. અહીં મત ગણતરી પૂર્ણ થઈ જતાં આખરી આંકડા સામે આવ્યા છે જેમાં ભાજપના ઉમેદવાર રાજેન્દ્ર ચાવડાનો 38,904 મતે વિજય થયો છે. જ્યારે કોંગ્રેસના રમેશ ચાવડાને 59,932 મત મળ્યા છે અને આમ આદમી પાર્ટીના જગદીશ ચાવડાને 3,077 મત મળ્યાના અહેવાલ છે. આ ઉપરાંત 1,692 મત NOTAમાં પડ્યા છે. આ માહિતી ચૂંટણી પંચે આપી હતી. જ્યારે વિસાવદરમાં 20મા રાઉન્ડના અંતે આમ આદમી પાર્ટીની લીડ 16594 થઈ ચૂકી છે. અહીંથી ગોપાલ ઈટાલિયા જીત નક્કી છે.