Advertisement

ગુજરાતમાં 6 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી, આવતીકાલે 5 જિલ્લામાં રેડ એલર્ટ

ગુજરાતમાં 6 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી, આવતીકાલે 5 જિલ્લામાં રેડ એલર્ટ

ગુજરાતમાં વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે, ત્યારે હવામાન વિભાગે આગામી 24 ઓગસ્ટ સુધી ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદને લઈને યલો-ઓરેન્જ અને રેડ એલર્ટ જાહેર કર્યું છે. જેમાં આવતીકાલે મંગળવારે (19 ઓગસ્ટ) અને 20 ઓગસ્ટના રોજ અમરેલી, ભાવનગર, જૂનાગઢ, ગીર સોમનાથ, નવસારી, વલસાડ જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કર્યુ છે. ચાલો જાણીએ આગામી 6 દિવસ કેવો રહેશે વરસાદી માહોલ.

6 દિવસ ભારે વરસાદની આગાહી

હવામાન વિભાગ મુજબ, આજે સોમવારે (18 ઓગસ્ટ) 24 જિલ્લામાં ધોધમાર વરસાદની આગાહી છે. જેમાં જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, ભરૂચ, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અને કચ્છ, મોરબી, જામનગર, રાજકોટ, બોટાદ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા જિલ્લામાં યલો એલર્ટ જાહેર કર્યુ છે.

આવતીકાલે 5 જિલ્લામાં રેડ એલર્ટ

19 ઓગસ્ટના રોજ જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, નવસારી, વલસાડ જિલ્લામાં અત્યંત ભારે વરસાદને લઈને હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કર્યુ છે. જ્યારે અન્ય 28 જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. જેમાં દેવભૂમિ દ્વારકા, પોરબંદર, રાજકોટ, ભાવનગર, ગીર સોમનાથ, ભરૂચ, સુરત, તાપી, ડાંગ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અને કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, આણંદ, ખેડા, અમદાવાદ, સુરેન્દ્રનગર, બોટાદ, મોરબી જિલ્લામાં યલો એલર્ટ જાહેર કર્યુ છે.

20 ઓગસ્ટે 4 જિલ્લામાં રેડ એલર્ટ

20 ઓગસ્ટે અમરેલી, ભાવનગર, નવસારી, વલસાડ જિલ્લામાં રેડ એલર્ટ, દેવભૂમિ દ્વારકા, જૂનાગઢ, પોરબંદર, ગીર સોમનાથ, બનાસકાંઠા, સાબરકાંઠા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અને કચ્છ, પાટણ, મહેસાણા, રાજકોટ, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, આણંદ, ખેડા, અમદાવાદ, સુરેન્દ્રનગર, બોટાદ, મોરબી જિલ્લામાં યલો એલર્ટ જાહેર કર્યુ છે.

21-22 ઓગસ્ટની આગાહી

આગામી 23 ઓગસ્ટ સુધી સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે, ત્યારે 21-22 ઓગસ્ટના રોજ રાજ્યના 26 જિલ્લામાં ધોધમાર વરસાદની શક્યતા છે. જેમાં દેવભૂમિ દ્વારકા, જૂનાગઢ, પોરબંદર, ગીર સોમનાથ, બનાસકાંઠા, સાબરકાંઠા, અમરેલી, ભાવનગર, નવસારી, વલસાડ, કચ્છ, પાટણ, મહેસાણા, રાજકોટ, ગાંધીનગર, અમદાવાદ, સુરેન્દ્રનગર, બોટાદ, મોરબી, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, આણંદ, ખેડા જિલ્લામાં ગાજવીજ સાથે ભારે અતિભારે વરસાદની આગાહી છે.

23-24 ઓગસ્ટની આગાહી

રાજ્યમાં 23 ઓગસ્ટે કચ્છ, પાટણ, બનાસકાંઠા, મહેસાણા, ગાંધીનગર, સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, અમદાવાદ, સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટ, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, નવસારી, વલસાડ અને 24 ઓગસ્ટે કચ્છ, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, નવસારી, વલસાડ જિલ્લામાં યલો એલર્ટ જાહેર કર્યુ છે.

Advertisement