Advertisement

ગુજરાતની લોકપ્રિય સિંગર કિંજલ દવે સગાઈના બંધનમાં બંધાઈ, ફિયોન્સ સાથેની તસવીરો કરી શેર

ગુજરાતની લોકપ્રિય સિંગર કિંજલ દવે સગાઈના બંધનમાં બંધાઈ, ફિયોન્સ સાથેની તસવીરો કરી શેર

ગુજરાતી સિંગર કિંજલ દવેએ લાંબા સમયનાં ડેટિંગ બાદ 6 ડિસેમ્બરે એક્ટર-બિઝનેસમેન ધ્રુવીન શાહ સાથે સગાઈ કરી લીધી. પરંતું હાલ કિંજલ કરતા વધુ ચર્ચા તેના પૂર્વ મંગેતર પવન જોશીની થઈ રહી છે. કિંજલ દવેની સગાઈ પર પવન દોશીએ દર્દ છલકાવતી રીલ મૂકી છે.

ચાર ચાર બંગડી' ફેમ સુપ્રસિદ્ધ લોકગાયિકા કિંજલ દવે અને ધ્રુવિન શાહ સગાઈના બંધનમાં બંધાયા છે. 'God's Plan' સાથે નવી સફરની શરૂઆત કરનાર કિંજલ દવેએ સગાઈ સેરેમનીનો વીડિયો શેર કરીને જાહેરાત કરી છે. ત્યારે કિંજલ દવેની સગાઈ થવા પર તેના પૂર્વ મંગેતર પવન જોશીએ એક દર્દભરી રીલ શેર કરી છે. આ રીલ પર લોકો તેના સાંત્વના આપી રહ્યાં છે. પવન જોશીએ રીલ બનાવતા કહ્યું કે, હમને પૂછા તો કિસી ઔર કે હોને લગે હો, તો મુસ્કુરાકે બોલે કી, આપકે થે કબ....?

કેવી રીતે તૂટી હતી કિંજલની પહેલી સગાઈ

કિંજલ દવેનો જન્મ ઉત્તર ગુજરાતના પાટણના નાનકડા એવા ગામ જેસંગપરાના બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. તેના ગરબા, લગ્ન ગીત, લોકડાયરો અને સંતવાણી જેવા કાર્યક્રમોએ તેને ભારે ફેમસ બનાવી દીધી છે. કિંજલની સગાઈ તેના બાળપણના મિત્ર એવા પવન જોશી સાથે થઈ હતી. સાટા પદ્ધતિથી કિંજલ અને તેના ભાઈ આકાશની સગાઈ કરવામાં આવી હતી. કિંજલના ફિયોન્સ પવનની બહેન સાથે આકાશ દવેની પણ સગાઈ કરાઈ હતી. પવન જોશીની બહેને અન્ય જગ્યા એ કોર્ટ મેરેજ કરી લેતા કિંજલ દવેની પણ સગાઈ તૂટી હતી.

કિંજલની ધ્રુવિન શાહ સાથે સગાઈ

કિંજલ દવેએ જાણીતા બિઝનેસમેન ધ્રુવિન શાહ સાથે સગાઈ કરી. ત્યારે કિંજલની સગાઈના સમાચારથી ફેન્સમાં ઉત્સાહ જોવા મળ્યો છે. કિંજલ દવેએ ખુદ સોશિયલ મીડિયા એકાઉન્ટ પર સગાઈ અંગેની જાહેરાત કરી છે. લાંબા સમયના ડેટિંગ બાદ કિંજલ દવેએ ધ્રુવિન શાહ સાથે સગાઈ કરી. 5 ડિસેમ્બરના રોજ ગોળધાણાનો પ્રસંગ યોજાયો હતો અને 6 ડિસેમ્બરના રોજ સગાઈ સેરેમની યોજવામાં આવી હતી. સગાઈનો કાર્યક્રમ પરિવારજનો અને મિત્રોની હાજરીમાં યોજાયો હતો. જેમાં યુપીના રાજ્યપાલ આનંદીબેન પટેલ પણ હાજર રહ્યા હતા. સગાઈનો વીડિયો સામે આવ્યો છે. સગાઈ સેરેમનીમાં કિંજલ અને ધ્રુવિને ડાન્સ કર્યો હતો.

કોણે છે ધ્રુવિન શાહધ્રુવિન શાહ

બિઝનેસમેનની સાથે એક્ટર પણ છે. તેમજ લોકપ્રિય એપ્લિકેશન જોજો એપ (JoJo App) ના ફાઉન્ડર છે. તેઓ એક પ્રતિષ્ઠિત બિઝનેસ ફેમિલીમાંથી આવે છે.

Advertisement