Advertisement

ગુજરાતની ચૂંટણી યાદી ધમાકેદાર! 53 લાખ કટ, 3.5 લાખ રિપીટ નામો

ગુજરાતની ચૂંટણી યાદી ધમાકેદાર! 53 લાખ કટ, 3.5 લાખ રિપીટ નામો

ગુજરાતમાં ચાલી રહેલી Special Intensive Revision (SIR) પ્રક્રિયા દરમિયાન એક મોટી અપડેટ સામે આવી છે. મુખ્ય ચૂંટણી અધિકારી (CEO), ગુજરાત દ્વારા જાહેર કરવામાં આવેલા અહેવાલ અનુસાર, રાજ્યમાં લગભગ 53 લાખ મતદારોનાં નામોમાં ગડબડી મળી છે, જેના કારણે આ નામો યાદીમાંથી કાઢી નાખવાની અથવા સુધારવાની કાર્યવાહી ચાલી રહી છે.

SIR કવાયત કેવી રીતે ચાલી રહી છે?

SIR પ્રક્રિયા 4 નવેમ્બરથી સમગ્ર રાજ્યમાં શરૂ થઈ હતી. બૂથ લેવલ ઓફિસર્સ (BLO) દ્વારા ઘેર-ઘેર જઈને ગણતરી ફોર્મ (Enumerator Form) વહેંચવામાં આવી રહ્યા છે. આ ઝુંબેશ 11 ડિસેમ્બર સુધી ચાલુ રહેશે.

CEO કાર્યાલય મુજબ 5 કરોડથી વધુ મતદારોને ગણતરી ફોર્મ આપવામાં આવી ચૂક્યા છે. રાજ્યના 33માંથી મોટાભાગના જિલ્લાઓમાં 100% ફોર્મનું વિતરણ પૂર્ણ થઈ ગયું છે. અત્યાર સુધી 182 વિધાનસભા બેઠકમાંથી 12માં ડિજિટાઇઝેશન પૂર્ણ થયું છે.

ક્યા વિસ્તારોમાં ડિજિટાઇઝેશન પૂરું થયું છે?

આ વિધાનસભા મતવિસ્તારોમાં ડિજિટાઇઝેશન પૂર્ણ થયું છે.

  • બનાસકાંઠા : ધાનેરા, થરાદ
  • દાહોદ : લીમખેડા, દાહોદ (ST)
  • અરવલ્લી : બાયડ
  • રાજકોટ : ધોરાજી, જસદણ, ગોંડલ
  • જૂનાગઢ : કેશોદ
  • ખેડા : મહેમદાબાદ
  • ખંભાત : નવપોર
  • આણંદ : આણંદ

ડાંગ જિલ્લો સૌથી આગળ છે, જ્યાં 94.35% ફોર્મ ડિજિટાઇઝ્ડ થઈ ગયા છે.

કેટલા અને કયા પ્રકારના મતદારોના નામ કાઢાશે?

SIR દરમિયાન અનેક પ્રકારની અનિયમિતતાઓ બહાર આવી છે:

  • મૃત મતદારો-17 લાખ : રાજ્યભરમાં 17 લાખથી વધુ મૃત્યુ પામેલા લોકોનાં નામ હજુ પણ મતદાર યાદીમાં હતા.
  • સરનામા પરથી ગુમ-6.14 લાખ : ઘણા મતદારો સ્થળાંતર કરી ગયા છે, ઘર ખાલી હતું અથવા કોઈ પણ ઓળખ ન મળી-જેથી તેઓ "Missing voters" તરીકે ગણાયા.
  • કાયમ માટે સ્થળાંતર-30 લાખથી વધુ : આ મતદારો રાજ્ય બહાર કે અન્ય વિસ્તારમાં કાયમ સ્થળાંતર કરી ચૂક્યા છે એટલે તેઓ "Permanently shifted" ગણાયા.
  • ડુપ્લિકેટ મતદારો-3.25 લાખ : એક કરતાં વધુ મતવિસ્તારોમાં નામ ડુપ્લિકેટ મળે તેવા મતદારોની સંખ્યા 3.25 લાખથી વધુ છે.

આ સુધારાથી શું બદલાશે?

  • મતદાર યાદીઓ વધુ ચોકસ, શુદ્ધ અને અપડેટેડ બનશે.
  • ફાજલ નામો દૂર થવાથી ફેક વોટિંગ અને ડુપ્લિકેટ મતદાન પર નિયંત્રણ આવશે.
  • 2025ની મતદાર યાદી વધુ પારદર્શક બનશે.
Advertisement