ગામડી બ્રિજ પર અકસ્માતો રોકવા પગદંડી માર્ગ બંધ કર્યો
અમદાવાદ વડોદરા હાઇવે રોડ પર આવેલા ગામડી ઓવરબ્રિજ પર અકસ્માતના બનાવો વધી રહ્યાં હોવાથી ઓથોરીટીએ પગદંડી માર્ગબંધ કરી દેવાયો છે.ત્યારે માર્ગ પર અકસ્માતના પગલે રોડ સેફટી અંતર્ગત પ્રશ્ન ઉઠવા પામ્યો હોવાથી તંત્રએ તાત્કાલિક પગદંડી માર્ગ બંધ કરી દેતાં ગામડી, સામરખા ચોકડી, ચિખોદરા સહિત વિસ્તારના વાહન ચાલકોએ હાશકારો અનુભવ્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ગામડી ઓવરબ્રિજ પર પગદંડી માર્ગ પર થઇને રોગ સાઇડ વાહન ચાલકો મોટી સંખ્યા અવરજવર કરતાં હતા.ત્યારે આણંદ ગોધરા રેલ્વે લાઇનના પગલે ગરનાળુ નહીં બનાવતાં ટુ વ્હીલર અને રીક્ષા ચાલકો બેફામ વાહનો હંકારીને અવરજવર કરતાં હોવાથી અકસ્માતનો ભોગ બની રહ્યાં હતા. આખરે ગાંધીનગર રોડ સેફટી વિભાગ દ્વારા સર્વે કરવામાં આવ્યો હતો. ત્યારબાદ હાઇવે ઓથોરીટીને અકસ્માતનું ભારણ અટકાવવા માટે આદેશ કર્યો હતો. જેના ભાગરૂપે તંત્રએ ગામડી તરફનો પગદંડી માર્ગ બંધ કરી દેવાયો છે. કારણે કે ગામડી ગેસ પુરાવવા માટે રીક્ષા ચાલકો અને કાર ચાલકોને ગોળ ફરવું ના પડે તે માટે આ રસ્તે થઇને અવરજવર કરતાં હતા.
બીજી તરફ ગામડી ઓવરબ્રિજ પર વાહનચાલકો રોગ સાઇડ આવતાં હોવાથી દિન પ્રિતદિન 3 થી વધુ નાના મોટા અકસ્માતના બનાવો બનતા હોવાનું આરટીઓ તંત્રએ જણાવ્યું હતું આ અંગે આણંદ આરટીઓ તંત્રએ જણાવ્યું હતું કે, ગામડી ઓવરબ્રિજ અકસ્માતનું ભારણ અટકાવવા માટે ટુંક સમયમાં સીસીટીવી કેમેરા મુકવામાં આવશે અને પોલીસ બંદોબસ્ત ગોઠવીને રોગ સાઇડ અવરજવર કરતાં વાહનચાલકોને મેમો ફટકારવામાં આવશે.