Advertisement

ગંભીરા નદીના નવા બ્રિજના કાર્યની રમણભાઈ સોલંકી દ્વારા મુલાકાત

ગંભીરા નદીના નવા બ્રિજના કાર્યની રમણભાઈ સોલંકી દ્વારા મુલાકાત

ગંભીરા નદીના નવા બ્રિજના કાર્યની રમણભાઈ સોલંકી દ્વારા મુલાકાત

આણંદ જિલ્લાની ગંભીરા નદી ઉપર બની રહેલા નવા બ્રિજના નિર્માણ કાર્યસ્થળની રાજ્યના અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી રમણભાઈ સોલંકીએ રૂબરૂ મુલાકાત લીધી હતી. બ્રિજના નિર્માણ કાર્યની વિસ્તૃત સમીક્ષા કરી અને અધિકારીઓ પાસેથી હાલ ચાલી રહેલી કામગીરી અંગે વિગતવાર માહિતી મેળવી હતી.ત્યારબાદ આગામી 50 વર્ષ વાહનોની અવરજવર ધ્યાને રાખીને બ્રિજને ગુણવાતા જાળવાઇ રહે તેમજ ગતિ બંને જળવાય એ માટે જરૂરી સૂચનાઓ પણ આપી હતી.

ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ બંને જિલ્લાના ગ્રામ્ય વિસ્તારનો સંપર્ક કપાઇ જતાં તેની સીધી અસર વેપાર ધંધા અને સામાજીક પ્રસંગો પર વર્તાઇ રહી છે. તેને ધ્યાને લઇને બ્રિજની ગુણવાતા જળવાઇ રહેવા તે રીતે તેના નિયત સમયમાં કામગીરી પૂર્ણ કરવા જણાવ્યું હતું. બ્રિજ નજીક આવેલ મહીસાગર માતાના મંદિરે પહોંચી દર્શન કર્યા હતા અને નવા બ્રિજનું નિર્માણ જલ્દીથી પૂર્ણ થાય એ માટે પ્રાર્થના પણ કરી હતી. નોંધનીય છે કે, બોરસદ વિસ્તારના લોકો માટે આ બ્રિજ આશીર્વાદ સમાન સાબિત થવાનો છે, જે વડોદરા અને આણંદ જિલ્લાઓ માટે વિકાસનો નવો માર્ગ ખોલશે.

Advertisement