Advertisement

ખેડા: મહુધા બસ સ્ટેન્ડ પાસેથી પ્રતિબંધિત ચાઈનીઝ દોરી સાથે શખ્સ પકડાયો – 74 ફીરકા જપ્ત

ખેડા: મહુધા બસ સ્ટેન્ડ પાસેથી પ્રતિબંધિત ચાઈનીઝ દોરી સાથે શખ્સ પકડાયો – 74 ફીરકા જપ્ત

ખેડા જિલ્લા ક્રાઇમ બ્રાન્ચની ટીમે બાતમી આધારે મહુધા બસ સ્ટેન્ડ પાસેથી એક શખ્સને પ્રતિબંધિત ચાઈનીઝ દોરીના 74 ફીરકા સાથે ઝડપી પાડયો હતો.આ બાદ પોલીસે શખ્સની પ્રાથમિક પૂછપરછ કરતા પ્રતિબંધિત ચાઈનીઝ દોરીના ફિરકા કોની પાસેથી લાવ્યો તે અંગે મગનું નામ મરી પાડયુ ન હતુ.આ બનાવ અંગે મહુધા પોલીસે ફરિયાદ નોંધી છે.ત્યારે આ જ શખ્સ અગાઉ બે વાર પ્રતિબંધિત ચાઇનીઝ દોરી સાથે પકડાઇ ચૂક્યો છે આમ શખ્સને અટકાયતી પગલા થી ડર ન હોવાનું દેખાઇ રહ્યું છે.

જિલ્લા ક્રાઇમ બ્રાન્ચની ટીમ સોમવાર રાતે મહુધા પોલીસ સ્ટેશનમાં પેટ્રોલિંગમાં નીકળી હતી. આ દરમિયાન બાતમી મળી હતી કે શહેરના બસ સ્ટેન્ડ બહાર રોડ પર જાહેરમાં પ્રતિબંધિત ચાઈનીઝ દોરી નુ વેચાણ થઈ રહ્યું છે.જે અન્વયે પોલીસે બાતમી આધારિત સ્થળે દરોડો પાડ્યો હતો તે સમયે એક શખ્સ હાથમાં બે કોથળા લઈને ઉભો હતો.જેથી પોલીસે શખ્સની શંકાના આધારે અટકાયત કરી તેની પાસે રહેલા બે કોથળાની તલાસી લેતા પ્રતિબંધિત ચાઈનીઝ દોરીના હાથા વગરના ફીરકા મળી આવ્યા હતા.

આ બાદ પોલીસે અટકાયત કરેલા સાહીદહુસેન ઉર્ફે સોહીલની પ્રાથમિક પૂછપરછ કરતા પ્રતિબંધિત ચાઈનીઝ દોરીના ફિરકા ક્યાંથી લાવ્યો તે અંગે કોઇ સંતોષકારક જવાબ આપ્યો ન હતો.આ બનાવ અંગે જિલ્લા ક્રાઇમ બ્રાન્ચની ફરિયાદ આધારે મહુધા પોલીસે પ્રતિબંધિત ચાઇનીઝ દોરીના 74 ફીરકા રૂ 37 હજારનો મુદ્દામાલ સાથે સાહીકહુસેન ઉર્ફે સાહિલ શાબીરહુસેન મલેકની અટકાયત કરી જાહેરનામા ભંગની ફરિયાદ નોંધી છે.

બીજી તરફ આ અગાઉ 18મીએ પ્રતિબંધિત ચાઈનીઝ દોરીના 13 રીલ રૂ 5200 અને તા.29 ડિસેમ્બરના રોજ પ્રતિબંધિત ચાઈનીઝ દોરીના 224 રીલ રૂ 89,600ના મુદ્દામાલ સાથે પકડાયો હતો.આમ માત્ર અટકાયતી પગલાં લેવાતા નાગરિકોમાં ભય ન રહ્યો હોવાની ચર્ચા ટોક ઓફ ધી ટાઉન બની છે.

Advertisement