Advertisement

ખેડામાં વિદ્યાર્થીનીના વાળ કાપવાની ઘટના: મહુધાની શાળામાં વાલીઓનો વિરોધ

ખેડામાં વિદ્યાર્થીનીના વાળ કાપવાની ઘટના: મહુધાની શાળામાં વાલીઓનો વિરોધ

ખેડામાં વિદ્યાર્થીનીના વાળ કાપવાની ઘટના: મહુધાની શાળામાં વાલીઓનો વિરોધ

નડિયાદ: ખેડા જિલ્લાના મહુધામાં શિક્ષિકાએ ધો.-૮ની વિદ્યાર્થિનીને માર મારી વાળ કાપી નાખવાની ઘટના સામે આવી છે. આ ઘટના બાદ વિદ્યાર્થિની ખૂબ જ ડરી ગયેલી છે અને તેને તાવ પણ આવ્યો છે. હાલ વિદ્યાર્થિની અભ્યાસ કરવાની પણ ના પાડી રહી છે. 

મહુધા સ્થિત સરકારી પ્રાથમિક કન્યા શાળામાં શિક્ષણને કલંકિત કરનારી ગંભીર ઘટના સામે આવતા શિક્ષણ જગતમાં ખળભળાટ મચી ગયો છે. શાળામાં ફરજ બજાવતા શિક્ષિકા સંગીતાબેન દ્વારા ધોરણ-૮માં અભ્યાસ કરતી એક વિદ્યાર્થિનીને ઢોર માર મારી અને તેના માથાની ચોટલી- વાળ કાપી નાખ્યા હતા. આ ચોંકાવનારી ઘટના અંગે વાલીએ શાળાના આચાર્યને રજૂઆત કરી શિક્ષિકાને તાત્કાલિક નોકરી પરથી બરતરફ કરવાની સાથે કાયદેસરની પોલીસ કાર્યવાહીની પણ માંગણી કરી છે. બાળકીના વાલી દ્વારા શાળાના આચાર્યને કરાયેલી અરજીમાં જણાવ્યું છે કે, મંગળવારના રોજ પ્રાર્થના સમયે આ બનાવ બન્યો હતો. જ્યાં પોતાની ૮મા ધોરણમાં ભણતી દિકરીને શિક્ષિકા સંગીતાબેન દ્વારા પીઠ ઉપર માર મારવામાં આવ્યો હતો અને તેના માથાના વાળ કાપી નાખવામાં આવ્યા હતા. આ ઘટના બન્યા બાદ વિદ્યાર્થિની અત્યંત ભયભીત થઈ ગઈ હતી. વાલીએ જણાવ્યું છે કે, વાળ કાપવાનો બનાવ બન્યા બાદ તેણી ખૂબ જ ડરી ગયેલી છે. તેને ખૂબ જ તીવ્ર તાવ આવ્યો છે અને ડરના કારણે તે સતત રડા રડ કરે છે. આ ક્રૂર કૃત્ય બાદ વિદ્યાર્થિની આગળ અભ્યાસ કરવાની પણ ના પાડી રહી છે, જે તેની માનસિક સ્થિતિ પર થયેલી ગંભીર અસર દર્શાવે છે.

Advertisement