ખંભાત ખાતે રેલવે ફાટક પાસે રેલવે ઓવરબ્રિજના નિર્માણ કાર્યને કારણે ટ્રાફિક ડાયવર્ઝન જાહેર કરવામાં આવ્યું છે. જાહેર સલામતી જાળવવા અને કામગીરી ઝડપી બનાવવા માટે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ ઋતુરાજ દેસાઈ દ્વારા આ નિર્ણય લેવાયો છે.
આ જાહેરનામા અંતર્ગત, ભારે અને મધ્યમ વાહનોની અવરજવર પર પ્રતિબંધ મૂકી વૈકલ્પિક રૂટ નક્કી કરાયા છે. આ ડાયવર્ઝન તા. 27 જાન્યુઆરી 2026 થી તા. 26 જાન્યુઆરી, 2027 સુધી, એટલે કે એક વર્ષ માટે અમલમાં રહેશે.નાના વાહનો માટે, રેલવે ફાટકથી ખોડીયાર મંદિર, ગ્રામ્ય પોલીસ ચોકી અને માધવલાલ હાઈસ્કૂલ થઈને લાલદરવાજા તરફ જવાનો રૂટ રહેશે. ખંભાત સીટી રોડ પર નાની ખોડીયાર મંદિરથી આર.સી. અમીન પેટ્રોલ પંપ તરફ જતો હયાત રસ્તો ડાયવર્ટ કરાયો છે.
ભારે વાહનો કંસારીની ખોડીયાર ચોકડીથી કાણીસા ચોકડી, કાણીસા ગામથી સાંઢ ચોકડી થઈ જીણજથી દહેડા તરફ જઈ શકશે.મધ્યમ વાહનો ખંભાત તરફ આવવા માટે કાણીસા ચોકડીથી હરીયાણ, રંગપુર અને સાંઢ ચોકડી થઈને અવરજવર કરી શકશે.
આ જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ વિરુદ્ધ ગુજરાત પોલીસ અધિનિયમન હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. માર્ગ અને મકાન વિભાગને જરૂરી ડાયવર્ઝન બોર્ડ અને સૂચનાઓ મૂકવા આદેશ આપવામાં આવ્યો છે.