કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા પદયાત્રામાં જોડાયા, વડોદરા જિલ્લામાં યાત્રા પ્રવેશી
સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે આણંદ જિલ્લાના કરમસદથી શરૂ થયેલી 'રાષ્ટ્રીય પદયાત્રા' બે દિવસ બાદ વડોદરા જિલ્લામાં પ્રવેશી છે. પદયાત્રીઓએ આણંદ જિલ્લાના આંકલાવમાં રાત્રી રોકાણ કર્યા બાદ શુક્રવારે સવારે પોતાની યાત્રા ફરી શરૂ કરી હતી.
આંકલાવથી આગળ વધેલી આ પદયાત્રાનું ઉમેટાના માર્ગો પર આવેલા ગામોમાં ગ્રામજનો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ગ્રામજનોના ઉત્સાહભેર આવકાર બાદ આ યાત્રા ઉમેટા થઈને વડોદરા જિલ્લામાં પ્રવેશી હતી.
આ રાષ્ટ્રીય પદયાત્રામાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા પણ જોડાયા હતા. આંકલાવથી પ્રસ્થાન સમયે તેઓ પદયાત્રીઓ સાથે ચાલ્યા હતા, જેનાથી પદયાત્રાનો ઉત્સાહ વધ્યો હતો.