Advertisement

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ ગુરૂવારે સાંજે ફરી ગુજરાત આવશે

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ ગુરૂવારે સાંજે ફરી ગુજરાત આવશે

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ ગુરૂવારે સાંજે ફરી ગુજરાત આવશે


કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહ આગામી ગુરૂવાર અને શુક્રવારના રોજ ફરી  માદરે ગુજરાતની મૂલાકાતે આવી રહ્યા છે. તેઓ શુક્રવારે અષાઢી બીજની રથયાત્રામાં  પરિવાર સાથે  સામેલ થશે. ગત સપ્તાહે  પણ કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ ગુજરાતની  મૂલાકાતે   આવ્યા હતા તેઓ રાજયના  પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની અંતિમ યાત્રામાં જોડાયા હતા અને છ કલાક સુધીનું રોકાણ રાજકોટ ખાતે  કર્યું હતુ.  દરમિયાન  તેઓ આગામી ગૂરૂવારે અને શુક્રવારના રોજ ફરી એકવાર ગુજરાતની મૂલાકાતે આવી રહ્યા છે.  અમિતભાઈ ગુરૂવારે સાંજે અમદાવાદ ખાતે આવી  પહોચશે. દરમિયાન  શુક્રવારના  રોજ અષાઢી બિજના પાવન દિવસે સવારે અમદાવાદમાં જગન્નાથજી મંદિરમાં મંગળા આરતીમાં પરિવારજનો સાથે સામેલ  થશે તેઓ અષાઢી બિજની રથયાત્રાના આરંભે યોજનારી પરિંદવિધીમાં પણ સામેલ થાય તેવી શકયતા જણાય રહી છે. અમિતભાઈ શાહ ગુજરાતની  મૂલાકાત દરમિયાન  પ્રદેશ ભાજપના સંગઠનના  હોદેદારો સાથે પણ બેઠક યોજે તેવી શકયતા પણ નકારી શકાતી નથી.

કારણ કે ગુજરાત વિધાનસભાની  બે બેઠકો વિસાવદર અને કડી સીટ માટેની પેટા ચૂંટણીમાં ભાજપે આપી સરકાર અને સંગઠને કામે લગાવી દીધક્ષ હતી છતા વિસાવદર બેઠક પર ભાજપનો કારમો પરાજય થયો છે. આ હારથી ભાજપની  આબરૂનું દેશભરમાં  ધોવાણ થયું છે. આવામાં અમિતભાઈ શાહ ગુજરાત  ભાજપના  નેતાઓનાં કલાસ લ્યે તેવી   શકયતા પણ નકારી શકાતી નથી વિસાવદરની હારે ભાજપના કાર્યકરોને  સ્તબ્ધ કરી દીધા છે. કોઈ કશું કહેવાની સ્થિતિમાં નથી.

Advertisement