કરમસદ આણંદ મનપા સમાવિષ્ટ લાંભવેલ,જિટોડીયા ગામડી,મોગરી ગામના માર્ગ ઉપર 800થી વધુ સ્ટ્રીટ લાઇટ નાંખવાનો નિર્ણય કર્યો છે.ત્યારે ગામોને જોડતા માર્ગો ટુંક સમયથી સ્ટ્રીટ લાઈટોથી ઝગમગતા જોવા મળશે. જેના ભાગરૂપે જીટોડીયા, મોગરી રોડ ઉપર સર્વેની કામગીરીઓ શરૂ કરી દેવાઇ છે.
વિગત મુજબ કરમસદ આણંદ મનપા દરજ્જો મળતાની સાથે ગ઼ામ્ય વિસ્તારને જોડતા માર્ગ ઉપર વિકાસના કાર્યો હાથ ધરવાના શરૂ કરી દીધા છે.ત્યારે ગ઼ામ પંચાયત હસ્તક આવેલા માર્ગ ઉપર આવેલ વીજ પોલ ઉપર સ્ટ્રીટને બદલે ઓછા વોલ્ટેજની લાઈટો મુકવામા આવતી હતી.જેના લીધે રહીશો હાલાકીઓનો ભોગ બની રહ્યા હતા.આખરે મનપાએ ગ઼ામ્ય વિસ્તારને જોડતા તમામ માર્ગ ઉપર સ્ટ્રીટ લાઈટો મુકવાનો આયોજન કર્યુ છે.જે મુજબ મોગરી, જીટોડીયા સહિત ગામડી,લાંભવેલ રોડ ઉપર 800થી વધુ સ્ટ્રીટ લાઈટો મુકાશે.જેની કામગીરીઓ હાથ ધરવામા આવી રહેલ છે.