કરમસદ–આણંદ મનપાને એક વર્ષ, વિકાસ દોડમાં શહેર આગળ
કરમસદ આણંદ મનપાને એક વર્ષ પૂર્ણ થયું છે. જો કે એક વર્ષ વિકાસના કામો વેગ પકડી છે. હાલ તો શહેરના મોટાભાગના માર્યોની કાયપલટ થયેલી જોવા મળે છે. માર્ગો સુશોભિત કરવાની સાથે ટકાઉ માર્ગોનું નિર્માણ કાર્ય હાથ ધર્યું છે. જેમાં 14 જેટલા આરસીસી રોડ બનાવ્યા છે.
જ્યારે આણંદ ભાલેજ ઓવરબ્રિજ થી ગ્રીડ ચોકડી અને ટાઉન હોલ થી વિદ્યાનગર સુધીના આઇકોનીક માર્ગ બનાવીને ડેવલોપ કરાયા છે. સૌથી મોટા ફાયદો નગરજનોએ થયો છે. શહેર ધીમે ધીમે ટ્રાફિક મુકત બનાવા તરફ જઇ રહ્યું છે. શહેરમાં રખડતા પશુઓનો પ્રશ્ન હલ કરવામાં મનપા નિષફળ ગયું છે.
આણંદ મનપા ડેપ્યુટી કમિશ્નર એસ કે ગરવાલે જણાવ્યું હતું કે, વરસાદી પાણી ભરાઇ રહેતા એલીકોન ગાર્ડન થી બાકરોલ ગેટ સુધીના 700 મીટરનો આરસીસી રોડ બનાવવામાં આવ્યો છે.
શહેર બે આઇકોની માર્ગ માટે કામગીરી પૂર જોશમાં ચાલી રહી છે. શહેરને ડસ્ટ મુકત બનાવવા માટે સ્વચ્છતા જળવાઇ રહે શહેરના માર્ગો નેટ કલીન બનાવવામાં આવ્યાં છે. રેઇન વોટર હાર્વેસ્ટિંગ દ્વારા વરસાદી પાણીના સંગ્રહ કરવા માટે 36 રીચાર્જ બોર બનાવાયા છે.
શહેરના જુદા જુદા માર્ગો બે બાસ્કેટબોલ કોર્ટ અને ટેબલ ટેનિસ કોર્ટ જુદા જુદા માર્ગો તૈયાર કરાયા છે. શહેરની સુંદરતામાં વધારો કરવા માટે લેન્ડ સ્કેપિંગ, પ્લાન્ટેશન તથા મેટલ સ્કલ્પચરથી સુશોભિત સર્કલો તૈયાર કરવામાં આવ્યાં છે.નેટ ઝીરો ઉત્સર્જન ના ધ્યેયને હાંસલ કરવા શાળા અને આંગણવાડી તેમજ કોર્પોરેશન હસ્તકની મિલકતોની છત ઉપર સોલાર સીસ્ટમ ફીટ કરવાનું કામ ચાલી રહ્યું છે.
શહેરની આગવી ઓળખ ઉભી કરવા બે એક્સિજન પ્લાન્ટ સહિત વિકાસના જુદા જુદા કામો ધરાશે
નગરજનોની આરોગ્યલક્ષીની સુખાકારીમાં વધારો કરવા 2 નવિન ઑક્સીજન પાર્ક બનાવવાનું આયોજન, બે નવી લાઈબ્રેરી અને સ્ટડી સેન્ટર બનાવી નોલેજ સેન્ટર તરીકે વિકસાવવાનું આયોજન,1 બાયો મીથેન પ્લાન્ટ બનાવવો, અત્યાધુનિક ટ્રાફિક સિગ્નલનું નિર્માણ કરાશે, બે મલ્ટીલેવલ પાર્કિંગ બનાવવાનું આયોજન, નવીન સિટી બસ સ્ટેશન તેમજ પાંચ નવા બસ સ્ટોપ બનાવવાનું આયોજન એક નવી એનિમલ હોસ્ટેલ બનાવવાનું આયોજન અને ફૂડ ટેસ્ટીંગ લેબ અને ફૂડ ઝોન બનાવવા સહિત કામો હાથ ધરાશે.