કરમસદમાં મનપાની કડક કાર્યવાહી! 6 દબાણ હટાવાયા
કરમસદ આણંદ મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગ દ્વારા ગુજરાતી ચોક વિસ્તારના જાહેર રસ્તા ઉપરના 6 દબાણ દૂર કરાયા હતા. કરમસદ આણંદ મનપા દ્વારા ગુજરાતી ચોકમાં ગેરકાયદે દુકાનની બહાર માલ સામાન,લારીઓ અને કાચાપાકા 6 જેટલા દબાણો દૂર કરીને રોડ ખુલ્લો કરવામાં આવ્યો હતો. દબાણો દૂર કરતા એક ટ્રેક્ટર ભરીને માલ સામાન જપ્ત કરવામાં આવ્યો છે.જેમાં રોડ પર મુકેલા માલસામન સહિત લારીઓ ભરી લેવામાં આવી છે. સાથે સાથે દુકાનદારો સુચના આપવામાં આવી છે હવે પછી ટ્રાફિકને અડચણ રૂપ માલ સામનો મુકશો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.