Warning: unlink(/home/u741258497/domains/specstudent.in/public_html/staging/cache/a099cadd303feb8e54cc026adae5057b.cache): No such file or directory in /home/u741258497/domains/specstudent.in/public_html/staging/helpers/cache_helper.php on line 19
Urban Gujarat News
Advertisement

ઉમરેઠના ધારાસભ્ય ગોવિંદ પરમારનું 83 વર્ષની વયે નિધન, ભાજપમાં શોકની લાગણી

ઉમરેઠના ધારાસભ્ય ગોવિંદ પરમારનું 83 વર્ષની વયે નિધન, ભાજપમાં શોકની લાગણી

આણંદ જિલ્લાના ઉમરેઠ વિધાનસભાના ધારાસભ્ય ગોવિંદ પરમારનું 83 વર્ષની વયે નિધન થયું છે. તેઓ છેલ્લા કેટલાક સમયથી બીમાર હતા અને આણંદની ખાનગી હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી, જ્યાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. વર્ષ 1943માં જન્મેલા ગોવિંદ પરમાર જમીન સાથે જોડાયેલા નેતા હતા. તેમના અવસાનના સમાચાર મળતા જ આણંદ જિલ્લા સહિત સમગ્ર ગુજરાત ભાજપના કાર્યકરોમાં શોકની લહેર પ્રસરી ગઈ છે.


રાજકીય સફરની વાત કરીએ તો, ગોવિંદ પરમાર સૌપ્રથમ 2017ની વિધાનસભા ચૂંટણીમાં વિજેતા બની ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. ત્યારબાદ 2022ની ચૂંટણીમાં ભાજપેએ તેમના પર ફરી ભરોસો મૂક્યો હતો, જેમાં તેમણે ઉમરેઠ બેઠક પર 95,639 મતો મેળવીને ભવ્ય વિજય મેળવ્યો હતો. સામાન્ય પરિવારમાંથી આવતા ગોવિંદ પરમારેના નિધનથી ઉમરેઠ પંથકમાં શોકની લહેર પ્રસરી છે.

Advertisement