Advertisement

આવતીકાલે આણંદ જિલ્લામાં યોગ દિવસની ઉજવણી: મુખ્ય કાર્યક્રમ શાસ્ત્રી મેદાનમાં

આવતીકાલે આણંદ જિલ્લામાં યોગ દિવસની ઉજવણી: મુખ્ય કાર્યક્રમ શાસ્ત્રી મેદાનમાં

આવતીકાલે આણંદ જિલ્લામાં યોગ દિવસની ઉજવણી: મુખ્ય કાર્યક્રમ શાસ્ત્રી મેદાનમાં

આવતીકાલે 21મી જૂને સમગ્ર વિશ્વમાં 11મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી થશે. આણંદ જિલ્લામાં મુખ્ય કાર્યક્રમ વિદ્યાનગર સ્થિત શાસ્ત્રી મેદાન ખાતે સવારે 5:45થી 8:00 કલાક દરમિયાન યોજાશે. જિલ્લા કલેકટર પ્રવીણ ચૌધરીએ જણાવ્યું કે દરેક નાગરિકે યોગને રોજિંદા જીવનમાં અપનાવવો જોઈએ. તેનાથી શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય સુધરશે. તંદુરસ્ત વ્યક્તિથી તંદુરસ્ત સમાજ અને રાષ્ટ્રનું નિર્માણ થશે.

તાલુકા કક્ષાએ ખંભાતમાં માંદડા તળાવ, બોરસદમાં સૂર્યમંદિર, ઉમરેઠમાં એસ.એન.ડી.ટી. ગ્રાઉન્ડ અને રામ તળાવ, આંકલાવમાં આંકલાવ હાઈસ્કૂલ, પેટલાદમાં એન.કે. હાઇસ્કુલ અને વિરાંજલી ગાર્ડન ખાતે કાર્યક્રમો યોજાશે. સોજીત્રામાં એમ.એમ. પટેલ હાઇસ્કુલ-પીપળાવ અને એમ.એમ. હાઇસ્કુલ-સોજીત્રા તેમજ તારાપુરમાં સાર્વજનિક હાઈસ્કૂલ ખાતે યોગ દિવસની ઉજવણી થશે.

નગરપાલિકા કક્ષાએ ઓડમાં સરદાર પટેલ વિનય મંદિર હાઇસ્કુલ ગ્રાઉન્ડમાં ભાઈઓ અને બહેનો માટે અલગ-અલગ સ્થળે કાર્યક્રમ યોજાશે. બોરીયાવીમાં સરદાર પટેલ હાઇસ્કુલ ખાતે ઉજવણી થશે. આ ઉપરાંત જિલ્લાની તમામ કોલેજો, હાઇસ્કુલો અને પ્રાથમિક શાળાઓમાં પણ યોગ દિવસની ઉજવણી કરાશે.

Advertisement