Advertisement

આણંદ: શૌચાલયની સફાઇ માગી તો જવાબમાં તંત્રએ શટર લટકાવી દીધું!

આણંદ: શૌચાલયની સફાઇ માગી તો જવાબમાં તંત્રએ શટર લટકાવી દીધું!

આણંદ: શૌચાલયની સફાઇ માગી તો જવાબમાં તંત્રએ શટર લટકાવી દીધું!

આણંદના શિખોડ તળાવડી વિસ્તારમાં નવી પાણીની ટાંકી પાસે ફુડ સહિતની આઇટમોનું વેચાણ કરતી દુકાનોની વચ્ચે આવેલ જાહેર શૌચાલય છેલ્લા કેટલાય સમયથી અડધું શટર ખુલેલાની સ્થિતિમાં જોવા મળી રહ્યું છે. મહિનાઓથી સાફસફાઇ વિનાના શૌચાલયમાં અસહ્ય દુર્ગધ ફેલાઇ રહી હતી. જેથી આસપાસના દુકાનદારો તથા ખરીદી અર્થ આવતા ગ્રાહકોને પરેશાનીભરી સ્થિતિનો સામનો કરવો પડતો હતો.

સ્થાનિક દુકાનદારોના મતે મહિનાઓથી બંધ શૌચાલયમાં પાણીની કોઇ વ્યવસ્થા ન હોવા સાથે સાફસફાઇ પણ કરવામાં આવતી નથી. અગાઉ આ અંગે પાલિકાના સેનેટરી સહિતના વિભાગને રજૂઆત છતાંયે નિરાકરણ થયું નથી.તાજેતરમાં મનપાના સેનેટરી વિભાગમાં ફરિયાદ કરી હતી. પરંતુ શૌચાલયને સ્વચ્છ અને પાણી સહિતની સુવિધાઓ ઉભી કરવા માટે હજી સુધી કામગીરી જ થઇ નથી. ઉલ્ટાનું કોઇકે શૌચાલયનું આખું શટર જ બંધ કરી દીધું છે.

આ અંગે મનપાના સેનેટરી વિભાગના કંમ્પલેઇન નોંધતા કર્મચારીને પૃચ્છા કરતા જણાવ્યું હતું કે, આ શૌચાલયનો કોન્ટ્રાકટ આપેલ છે, તેનું શટર બંધ સહિતની બાબતે સેનેટરી અધિકારીનો સંપર્ક કરો. આ પ્રકારનો જવાબ આપીને ફરિયાદ વિભાગે પોતાની કામગીરી પૂરી કરી લીધી. પરંતુ નગરજનોને સુવિધા ઉપલબ્ધ કરાવવા અને હયાત સુવિધાઓ સતત કાર્યરત રહે તે માટે મનપાના અધિકારીઓની આહલેકની પ્રજાલક્ષી બનાવવામાં મનપાનું તંત્ર જ ઉણું પૂરવાર થઇ રહ્યાની સ્થિતિ જોવા મળી રહી છે.

Advertisement