Advertisement

આણંદ વિધાનગર રોડ પર રથયાત્રા પૂર્વે થીંગડા મારી સંતોષ માની લેવાયો

આણંદ વિધાનગર રોડ પર રથયાત્રા પૂર્વે થીંગડા મારી સંતોષ માની લેવાયો

આણંદ વિધાનગર રોડ પર રથયાત્રા પૂર્વે થીંગડા મારી સંતોષ માની લેવાયો

આણંદ વિધાનગરમાં ઈસ્કોન મંદિર દ્વારા 21મી રથયાત્રાનુ આયોજન કર્યુ હતું.ત્યારે ભગવાન જગન્નાથ રથયાત્રાના જવાના રૂટ પર વરસાદી પાણીના નિકાલના અભાવે 20થી વધુ ગાબડા પડી જતા 5 કીમી સુધીનો માર્ગ બિસ્માર હાલતમાં ફેરવાઇ ગયો હતો.ફરીયાદોને પગલે તંત્રએ અમૂલ ડેરી રોડ ઉપર નડતરરૂપી વુક્ષોનુ ટ્રીમીંગ અને પેચવર્કનીકામગીરીઓ હાથ ધરાઈ હતી.

પ્રાપ્ત વિગત મુજબ આણંદ વિધાનગર રોડ ઉપર વરસાદ પડતાની સાથે વર્ષોથી પાણી ભરાઇ જાય છે.ત્યારે માર્ગ પર સતત 24 કલાક અવરજવર રહેતી હોવા છતાંય વરસાદ પડતાની સાથે માર્ગ બિસ્માર થઈ જાય છે.જેના લીધે હજારો વાહન ચાલકો હાલાકીઓનો ભોગ બની રહ્યા છે.

આખરે વિધાનગર ઈસ્કોન મંદિર દ્વારા રજુઆતને પગલે આણંદ મનપા માર્ગ મકાન વિભાગની ટીમોએ ટાઉન હોલ,લોટિયા ભાગોળ સહિત અન્ય 20થી વધુ જગ્યાએ ખાડા પુરણ કરીને પેચવર્કની કામગીરીઓ હાથ ધરાઈ હતી. તેમજ અમૂલ ડેરી રોડ પર રથયાત્રાનો નડતરરૂપી વૃક્ષોનું ટ્રીમિંગ કરાયુ હતું. ત્યાર બાદ વરસાદ પડે તો પાણી ભરાય રહે તો ટીમોને જેસીબી મશીન સહિત સામગ્રી એલર્ટ રાખવા સુચનાઓ આપવામાં આવી હોવાનું સુત્રોએ જણાવ્યું હતું.

Advertisement