Advertisement

આણંદ માં નવરાત્રિના એક દિવસ પૂર્વે બજારોમાં ખરીદીનો રંગ જામ્યો

આણંદ માં નવરાત્રિના એક દિવસ પૂર્વે બજારોમાં ખરીદીનો રંગ જામ્યો

આણંદ માં નવરાત્રિના એક દિવસ પૂર્વે બજારોમાં ખરીદીનો રંગ જામ્યો

આણંદમાં નવરાત્રિના એક દિવસ પૂર્વે બજારોમાં ખરીદીનો રંગ જામ્યો. નવરાત્રિના આગલા દિવસે સાંજ પડતા જ બજારમાં મહિલાઓની ભારે ભીડ જોવા મળી હતી. જેમાં મહિલાઓ દ્વારા ઝવેરાત અને ચણિયાચોરીની ખરીદીનો રંગ જામ્યો હતો. મોટી સંખ્યામાં શહેરીજનો ચણિયાચોરી અને પુરુષો ઝભ્ભાની ખરીદી માટે નીકળ્યા હતા.

આણંદ શહેરમાં વિવિધ સ્થળો પર નવરાત્રિ યોજવાના છે. ત્યારે આજ થી નવરાત્રિની શરૂ થનાર છે. ત્યારે નવરાત્રિના આગલા દિવસે આણંદ શહેરના વિવિદ બજારોમાં ભીડનો માહોલ જોવા મળ્યો હતો.

જેમાં ચણિયાચોરીની ખરીદીનો રંગ જામ્યો હતો. જેમાં મહિલાઓ શાંજ પડતાની સાથે જ બજારમાં ચણિયાચોળી અને ઝવેરાતની ખરીદી કરવા માટે નીકળી હતી. જેમાં મહિલાઓ દ્વારા ચણયાચોરીની સાથે નવરાત્રિ ટીલડાંની પણ ખરીદી કરવામાં આવતા બજારમાં ભીડ ઉમટી પડી હતી.

આ સાથે પુરુષો દ્વારા મોટી સંખ્યામાં ફેન્સી ઝભ્ભાની ખરીદી કરવામાં આવી હતી. ત્યારે શહેરમાં સાંજ પડતા જ શેરીજનો નવરાત્રિની તૈયારીઓ રૂપી ખરીદી કરવા માટે નીકળી પડ્યા હતા. આ સાથે વિવિધ મંડળો દ્વારા વિવિધ પ્રકારની લાઇટોની ખરીદી પણ કરવામાં આવી હતી.

Advertisement