આણંદ મનપા ભવન પાછળનો ભાગ બદલાશે: જૂની દુકાનો તોડીને નવો વિશાળ પ્રવેશદ્વાર બનશે
આણંદ મનપા ભવનની પાછળ ભાગમાં આવેલ 11 જેટલી દુકાનો તોડી પાડવામાં આવી હતી. ત્યારે તંત્રએ દુકાનો તોડીને નવો વિશાળ પ્રવેશદ્વાર બનાવવાનો નિર્ણય કર્યો છે.જો કે દુકાનો તોડી નાંખ્યા બાદ દુકાનદારોને અન્ય જગ્યાએ દુકાનો ફાળવી દેવામાં આવશે. હાલમાં દુકાનો જર્જરીત થઇ ગઇ હોવાથી દુકાનદારોને નોટીસ ફટકારી દુકાનો ખાલી કરવા આદેશ પણ કર્યો હતો.હાલમાં એક ગેટ હોવાથી ઘણી મુશ્કેલીઓ પડતી હતી. જેને ધ્યાને લઇને મનપા પાછળના ભાગે આવેલા નાના ગેટ પહોળો કરીને મોટો બનાવવામાં આવશે.
આણંદ મનપા ભવન પાસે આવેલ ભાથીજી મંદિર નજીક 11 જેટલી દુકાનો જર્જરીત હાલતમાં ફેરવાઇ ગઇ હતી. ત્યારે મનપા ભવનમાં વર્ષોથી એક જ ગેટ હોવાથી ભારે વાહન અવરજવર માટે મુશ્કેલીઓ સર્જાતી હતી.હવે મનપા ભવન તૈયાર થતાં બે પ્રવેશદ્વાર તૈયાર કરવાનો નિર્ણય કર્યો છે. જેના ભાગરૂપે મનપા એસ્ટેટ વિભાગે 11 જેટલી દુકાનો તોડી પાડવામાં આવી છે તેમજ આગામી દિવસોમાં અન્ય દુકાનો તોડી પાડીને માર્ગ ખુલ્લો કરી દેવામાં આવશે.