Advertisement

આણંદ મનપામાં 1.46 લાખ મિલકતોનો 65.19 કરોડ ટેક્સ

આણંદ મનપામાં 1.46 લાખ મિલકતોનો 65.19 કરોડ ટેક્સ

આણંદ મનપામાં પરિવર્તીત થાય બાદ ચાર ગ્રામ્ય વિસ્તાર અને બે શહેરોનો ઉમેરો થયો છે. જેને લઇને વર્ષ 2025-26ના 1.46 લાખ વધુ મિલકત ધારકો પાસે વેરાવસુલાતા માંગણા બિલનો કુલ આંક 65.19 કરોડ પર પહોંચ્યો હતો. અત્યાર સુધીમાં 19 કરોડની વસૂલાત કરવામાં આવી છે. જયારે માર્ચ 2026 સુધીમાં 85 ટક ૨કમ વસૂલના લક્ષ્યાંક સાથે મનપાની ટેકસ ટીમઓ વસુલાત કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.

આણંદ મનપા દ્વારા વર્ષ2024-25 ના ટેક્સની ૨કમ રૂ.58.90 કરોડ માંથી 39.20 કરોડની વસુલાત કરાઈ હતી. જયારે 19.40 કરોડની વસુલાત વર્ષ 2023-24ની બાકી પડી હતો. જયારે નવા વર્ષ 2025-26માં કુલ ૨ામ 65.19 કરોડ થવા પામી છે. જેમાંથી અત્યાર સુધી 29 કરોડની વસુલાત કરવામાં આવી છે. જયારે 46 કરોડની નવા વર્ષની વસુલાત બાકી છે.આણંદ મનપા ટેક્સ વિભાગના અધિકૃત સૂત્રો જણાવ્યું હતં કે 2026માં નોટીસ આપ્યા બાદ 31મી માર્ચ સુધીમાં 85 ટકા વસુલાત કરવા માટે ટીમો કામ લાગી ગઇ છે.

Advertisement