Advertisement

આણંદ-નડિયાદ: ૫૩૨ ગામોની ચૂંટણીમાં ઉમેદવારી જમાવવાનો જંગ

આણંદ-નડિયાદ: ૫૩૨ ગામોની ચૂંટણીમાં ઉમેદવારી જમાવવાનો જંગ

આણંદ-નડિયાદ: ૫૩૨ ગામોની ચૂંટણીમાં ઉમેદવારી જમાવવાનો જંગ

આણંદ, નડિયાદ : આણંદ જિલ્લાની ૨૫૯ અને ખેડા જિલ્લાની ૨૭૩ મળીને કુલ ૫૩૨ ગ્રામ પંચાયતોની સામાન્ય અને પેટા ચૂંટણીઓ યોજાવાની છે. ત્યારે આણંદ જિલ્લામાં અત્યાસ સુધીમાં સરપંચ પદ માટે ૬૪૭ અને સભ્યપદ માટે ૨,૨૮૧ ફોર્મ ભરાયા છે. જ્યારે ખેડા જિલ્લામાં અત્યાર સુધી સપંચપદ માટે કુલ ૫૧૨ ફોર્મ અને સભ્યપદ માટે ૧૨૭૨ ફોર્મ ઉમેદવારોએ પોતાની દાવેદારી નોંધાવી છે. 

આણંદ જિલ્લામાં ૧૫૯ ગ્રામ પંચાયતોમાં સામાન્ય તથા ૧૦૦ જેટલી ગ્રામ પંચાયતમાં પેટા ચૂંટણીઓ યોજવાની છે. ત્યારે ઉમેદવારીપત્ર ભરવાના છેલ્લા દિવસે આજે જિલ્લાભરમાંથી ઉમેદવારોનો રાફડો કાઢયો હતો. જિલ્લાભરમાં વહીવટી તંત્રની સંભાવના બહાર મોટી સંખ્યામાં ઉમેદવારીપત્રો ભરાતા ભાજપના મારું ગામ સમરસ ગામની યોજનાને નિષ્ફળતા મળવાની સંભાવના વધી ગઈ છે. 

આણંદ જિલ્લાની ગ્રામ પંચાયતની ચૂંટણીના જાહેરનામાથી ફોર્મ ભરવાના અંતિમ દિવસ સુધી ઉમેદવારીપત્રોની સંખ્યા મુજબ આણંદ તાલુકામાં સરપંચ માટે ૮૦ સભ્યપદ માટે ૪૧૧, ઉમરેઠ તાલુકામાં સરપંચ-૫૨ સભ્યપદ-૧૫૬, બોરસદ તાલુકામાં સરપંચ-૧૦૧ સભ્યપદ- ૩૨૮, આંકલાવ તાલુકામાં સરપંચ-૮૪ સભ્યપદ-૨૮૯, પેટલાદ તાલુકામાં સરપંચ-૧૨૩ સભ્યપદ- ૪૬૩, સોજીત્રા તાલુકામાં સરપંચ-૫૧ સભ્યપદ-૨૩૪, ખંભાત તાલુકામાં સરપંચ- ૯૨ સભ્યપદ-૨૩૫, તારાપુર તાલુકામાં સરપંચ-૬૪ અને સભ્યપદ માટે ૧૬૫ મળી અત્યાસ સુધી જિલ્લામાં ૬૪૭ ઉમેદવારીપત્ર સરપંચ માટે તથા ૨૨૮૧ ઉમેદવારીપત્રો સભ્યપદ માટે ભરવામાં આવ્યા છે.

ખેડા જિલ્લામાં પેટા ગ્રામ પંચાયત ચૂંટણીમાં ૧૦ તાલુકામાં સરપંચ પદ માટે ૨૩ ફોર્મ અને સભ્ય પદ માટે ૫૩ ફોર્મ ભરાયા છે. જ્યારે સામાન્ય ગ્રામ પંચાયત માટે ખેડા જિલ્લાના તાલુકાઓમાં અત્યાર સુધી નડિયાદમાં ૨૩ ગ્રામ પંચાયતો માટે સરપંચ પદે ૮ અને સભ્ય પદે ૨૧, માતર ૨૮ ગ્રામ પંચાયતોમાં સરપંચ-૯૭ સભ્ય ૨૨૨, ખેડાની ૨૧ ગ્રામ પંચાયતોમાં સરપંચ-૫૩ સભ્ય -૧૨૯, મહેમદાવાદમાં ૩૨ ગ્રામ પંચાયતોમાં સરપંચ-૪૧ સભ્ય-૧૦૯, મહુધામાં ૨૧ ગ્રામ પંચાયતોમાં સરપંચ-૨૫ સભ્ય- ૫૯, કઠલાલમાં ૨૪ ગ્રામ પંચાયતો સરપંચ-૩૭ સભ્ય- ૯૩, કપડવંજ ૪૪ ગ્રામ પંચાયતો સરપંચ- ૨૯ સભ્ય- ૬૦, ઠાસરામાં ૩૮ ગ્રામ પંચાયતો સરપંચ- ૧૧૧ સભ્ય- ૨૯૪, વસો ૧૯ ગ્રામ પંચાયતો સરપંચ- ૪૬ સભ્ય- ૧૦૦, ગળતેશ્વર ૨૩ ગ્રામ પંચાયતોમાં સરપંચ માટે ૮૮ અને સભ્ય પદ માટે ૨૩૮ ઉમેદવારીપત્રો ભરાયા છે. ઉમેદવારોની સંખ્યા સ્પષ્ટ થયા બાદ તા. ૧૦મીએ ફોર્મ ચકાસણી થશે. તા. ૧૧મીને બુધવાર સુધી ઉમેદવારો ફોર્મ પરત ખેંચી શકશે. તે બાદ અંતિમ ચિત્ર સ્પષ્ટ થશે. આ પછી ૨૨ જૂનના દિવસે મતદામન અને ૨૫ જૂને મતગણતરી યોજાશે.

તાલુકોસરપંચ માટેસભ્યપદ માટે
આણંદ૩૨૨૦૮
પેટલાદ૬૨૨૯૫
ખંભાત૪૬૧૫૦
બોરસદ૬૪૨૫૫
તારાપુર૨૯૧૧૬
સોજીત્રા૨૬૧૮૨
આંકલાવ૫૫૨૨૮
ઉમરેઠ૨૨૯૩
કુલ૩૩૬૧,૫૨૭
તાલુકોસરપંચ માટેસભ્ય માટે
નડિયાદ
માતર૪૩૧૪૬
ખેડા૨૫૯૧
મહેમદાવાદ૨૫૬૬
મહુધા૧૨૩૯
કઠલાલ૨૦૭૩
કપડવંજ૧૭૩૨
ઠાસરા૬૨૨૦૫
વસો૧૭૭૪
ગળતેશ્વર૪૩૧૫૭
કુલ૭૦૧૪૨

Advertisement