આણંદ જિલ્લામાં વિકાસની મોટી જાહેરાત! સોજીત્રામાં કરોડોની કામગીરી શરૂ
આણંદ જિલ્લાના સોજીત્રા શહેરમાં અંદાજિત 9 કરોડ 63 લાખ રૂપિયાના વિવિધ વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ પ્રસંગે આણંદ જિલ્લા ભાજપ સંગઠન પ્રમુખ સંજય પટેલ અને સોજીત્રા વિધાનસભાના ધારાસભ્ય વિપુલ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
આ વિકાસ કાર્યોમાં સોજીત્રા શહેર ખાતે મોટી ચોકડી પર ભાઈકાકા સર્કલનું નિર્માણ, લિંબાલી ચોકડીથી પોલીસ સ્ટેશન થઈ રેલ્વે સ્ટેશન સુધીનો રોડ, તારાપુર-આણંદ એસ.એચ.થી સોજીત્રા દુધીપુરા સરકારી કોલેજ સુધીનો રોડ, સોજીત્રા સરકારી ગોડાઉનથી અન્નપૂર્ણા માતાના મંદિર થઈ કેનાલ સુધીનો રોડ અને સોજીત્રા ટેકરીયાપુરા રોડનો સમાવેશ થાય છે.
આ કાર્યક્રમમાં સોજીત્રા શહેર અને તાલુકાના સંગઠન પ્રમુખો, મહામંત્રીઓ, તાલુકા પંચાયત પ્રમુખ, જિલ્લા પંચાયત સભ્યો, તાલુકા પંચાયત સભ્યો, વિવિધ સંસ્થાઓના આગેવાનો, હોદ્દેદારો, પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખો, પૂર્વ સંગઠન પ્રમુખો, શહેર અને તાલુકા સંગઠનના હોદ્દેદારો, પદાધિકારીઓ, કાર્યકર્તાઓ તેમજ સોજીત્રા શહેર અને તાલુકાના નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.