આણંદ ગુરૂદ્વારા સર્કલથી ચિખોદરાને જોડતો માર્ગ ફોરલેન બનાવવા કાંસ પર બોક્ષ ડ્રેઇન બનાવાશે
આણંદ શહેરમાં ગણેશ રેલ્વે ફાટક પર ઓવરબ્રિજની મંજૂરી મળતાં જે તે વખતે ટ્રાફિકનું ભારણ ઘટાડવા માટે ગુરૂદ્વારા સર્કલ થી તુલસી ગરનાળામાં થઇને ચિખોદરા ને હા. 48 ને જોડતા માર્ગ પર ફોરલેન બનાવવા માટે રજૂઆત કરી હતી. ત્યારે અવકુડાએ તાત્કાલિક ફોરલેનની મંજૂરી આપી હતી. પરંતુ ત્યારબાદ કોઇ કારણસર કામ ખોરંભે ચઢયું હતું. આખરે આણંદના ધારાસભ્ય યોગેશે પટેલ ગત સપ્તાહમાં આવેલા હે વેસ્ટર્ન રેલવેના જનરલ મેનેજરને મળીને તુલસી ગરનાળા માર્ગ ને દ્વિમાર્ગ બનાવવા ની રજૂઆત કરતાં જનરલ મેનેજર દ્વારા હકારાત્મક અભિગમ દાખવતા આવ્યો છે. તેઓએ તુલસી ગરનાળુ ટુ વે બનાવવા માટે વાતને સમર્થન આપ્યું હતું. જેથી રાજ્ય સરકારમાંથી મંજૂરી લઇને ટુંક સમયમાં ફોરલેન બનાવવા કામગીરી હાથ ધરાશે
પ્રાપ્ત માહિતી અનુસાર આજથી બે વર્ષ પહેલા ગુરૂદ્વારા સર્કલ થી ચિખોદરા ને હા .48ને જોડતા માર્ગ ફોરલેને બનાવવા માટે સાંસદ મિતેષ પટેલ અને ધારાસભ્ય યોગેશે પટેલે રજૂઆત અવકુડામાં કરી હતી. ત્યારે અવકુડાના ચેરમેને રૂ35 કરોડના ખર્ચે મંજૂરી આપવામાં આવી હતી.
ધારાસભ્ય યોગેશ પટેલજણાવ્યું હતુ કે તુલસી ગરનાળા દ્વિમાર્ગ થતાં ગુરૂદ્વારા સર્કલથી ચિખોદરા ચોકડી સુધીના માર્ગ ફોરલેન સાથે સદર માર્ગ પરથી પસાર થતા કાંસ પ્રિકાસ્ટીગ બોક્ષ ડ્રેઇન બનાવવા માટે આયોજન હાથ ધરવામાં આવ્યું હોવાનું જણાવ્યું હતું.
ફોરલેન માર્ગ બને તો 8 હજાર ચાલકોને ફાયદો થાય
તુલસી ગરનાળા વાળો માર્ગ પર કાંસ પુરીને ફોરલેન બને તો પરીખભુવન, ગામડી, રાજોડ પુરા સહિત સારસા પંથક અને વઘાસી ગામના દૈનિક 8 હજારથી વધુ નાના મોટા વાહનોને ટ્રાફિકમાંથી મુકિત મળતાં ફાયદો થાય તેમ છે. ગણેશ ફાટક પર બ્રિજની કામગીરીના પગલે સર્વિસ રોડ બંધ કરે તો પણ વાહનચાલકો આ માર્ગેથી અવરજવર કરતાં બોરસદ ચોકડી થી અમીન ઓટો સુધી ધકકો બચશે.