આણંદ ગણેશ ચોકડી સર્વિસ રોડ પર ભુવો, અકસ્માતનો ભય
સતત 24 કલાક અવરજવર રહેતા આણંદ ગણેશ ચોકડી ઓવરબ્રિજ સર્વિસ રોડ ઉપર આવેલ ગટર લાઇન પાસે ભુવો પડ્યો છે.ત્યારે ગણેશ ચોકડી થી બોરસદ ચોકડી તરફ પસાર થતા વાહન ચાલકોને અકસ્માત થવાનો ભય સતાવી રહેલ છે.જો કે માર્ગ ઉપર સતત 24 કલાક સુધી હજારો વાહનોની અવર જવર રહેતી હોવાથી ગંભીર બેદરકારી દાખવતા હોય 30થી સોસાયટી વિસ્તારના રહીશોએ સત્તાધિશો સામે આક્રોશ વ્યકત કર્યો હતો.
પ્રાપ્ત વિગત મુજબ આણંદના કલેક્ટર કચેરી સામે સર્વિસ રોડ ઉપર ગટર લાઇન આવેલ છે.ત્યારે ગટર લાઈન પર થઈને હજારોની સંખ્યામા વાહનો અવર જવર કરી રહ્યા છે.જેના પગલે ગટર ઢાંકણ ભંગાણ હાલતમા ફેરવાઇ ગયેલ છે.આણંદ જીલ્લા પીડબલ્યુ ડી વિભાગે દેખાડો પુરતો થીંગડા મારીને સંતોષ માની લેવાય છે.જેના લીધે હાલમાં માર્ગ ઉપર ભુવો પડયો હોવાથી વાહન ચાલકોને સાચવીને અવર જવર કરવાની નોબત સર્જાય છે.તંત્રએ વહેલી તકે મરામત કામગીરીઓ હાથ ધરવા માંગ ઉઠી છે.બીજી તરફ કલેક્ટર કચેરી પાસે 30થી વધુ સોસાયટી વિસ્તારના રહીશોની પણ અવર જવર રહેતી હોવાથી તંત્રની પોલ ખુલ્લી પડી ગઈ હોવાથી આણંદ જીલ્લા પીડબલ્યુડી વિભાગના સત્તાધિશો સામે આક્રોશ વ્યકત કર્યો હતો.