Advertisement

આણંદ તાલુકાના ગાના ગામે તમાકુમાં આગ, ચાર વાહનો બળીને ખાખ

આણંદ તાલુકાના ગાના ગામે તમાકુમાં આગ, ચાર વાહનો બળીને ખાખ

આણંદ તાલુકાના ગાના ગામે ઘર આગળ ભેગી કરેલી તમાકુમા કોઇ કારણસર આગ ભભૂકી ઉઠી હતી. જોત જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં ચાર વાહનો આગની ઝપેટમાં આવી જતાં બળીને ખાખ થઇ ગયા હતા. જ્યારે વિદ્યાનગર જીઆઇડીસમાં ઓઇલની કંપનીના ટેન્કમાં આગ લાગતા ફાયર વિભાગની ટીમો ફોર્મ સાથે પાણીનો મારો ચલાવીને આગ બુઝાવી દીધી હતી.


આણંદના ગાનામાં રહેતા નરેન્દ્રભાઈ નગીનભાઈ પટેલ ના ઘરની બાજુમાં ભેગી કરેલ તમાકુ માં કોઇ કારણસર આગ ભભૂકી ઉઠી હતી. તમાકુ ચુકી હોવાથી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં આસપાસના મુકેલા ટ્રેક્ટર, બાઈક, એક્ટિવા અને બે ગેસ ની બોટલ આગની ઝપેટમાં આવી જાતા બળીને ખાસ થઇ ગયા હતા. જો કે આણંદ ફાયરબ્રિગેડની ટીમો ઘટનાસ્થળે દોડી જઇને સતત ત્રણ કલાક સુધી પાણીનો મારો ચલાવીને આગ બુઝાવતાં ગ્રામજનોએ રાહત અનુભવી હતી


વિઠ્ઠલ ઉદ્યોગનગર ખાતે આવેલા જીઆઇડીસના પ્લોટ નં 601માં આવેલ યુનિક ફોર્જિન કંપનીમાં ઓઇલની ટેન્કમાં ઓવર હિટીંગ થતાંઆગ ભભૂકી ઉઠી હતી.જેથી કંપનીના કર્મચારીઓ દોડીને બહાર નીકળી ગયા હતા. જેને લઇને તાત્કાલિક આણંદ ફાયર બ્રિગેડને ટીમ પહોંચી જઇને ફોમ સાથે પાણીનો મારો ચલાવી આગ બુઝાવી દીદી હતી.

Advertisement