Advertisement

આણંદ જિલ્લા ભાજપે 19 મંડલ પ્રભારી-સહપ્રભારીઓની જાહેરાત કરી

આણંદ જિલ્લા ભાજપે 19 મંડલ પ્રભારી-સહપ્રભારીઓની જાહેરાત કરી

આણંદ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા આગામી રાજકીય ગતિવિધિઓને તેજ કરવા અને સંગઠનાત્મક માળખાને વધુ મજબૂત બનાવવાના હેતુથી મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જિલ્લા ભાજપ પ્રમુખ સંજયભાઈ પટેલ દ્વારા જિલ્લાના વિવિધ તાલુકા અને શહેરી મંડલો માટે મંડલ પ્રભારી અને સહ-પ્રભારીઓની જાહેરાત કરવામાં આવી છે.


કુલ ૧૯ જેટલા મંડલો માટે જવાબદારી સોંપવામાં આવી છે. ભાજપ દ્વારા જાહેર કરવામાં આવેલી યાદીમાં અનુભવી અને સક્રિય કાર્યકરોને સ્થાન આપીને સંગઠન પર પકડ મજબૂત કરવાનો સ્પષ્ટ સંકેત આપવામાં આવ્યો છે. આ નિમણૂકો દ્વારા પાયાના સ્તરે પાર્ટીની કામગીરી પર દેખરેખ રાખવા અને કાર્યકરોમાં ઉત્સાહ લાવવા માટે જિલ્લા ભાજપે તૈયારીઓ શરૂ કરી છે.


બોરસદ તાલુકા પ્રભારી તરીકે રાજ દેવીસિંહ હઠીસિંહ અને સહ-પ્રભારી તરીકે પટેલ ભરતભાઈ રમણભાઈની વરણી કરવામાં આવી છે. ખંભાત તાલુકામાં પઢીયાર દિનેશભાઈ રણછોડભાઈ પ્રભારી અને પટેલ કમલેશભાઈ રસિકભાઈ સહ-પ્રભારી, જ્યારે આણંદ શહેરમાં દવે નિલેષભાઈ કેશવપ્રસાદને પ્રભારી અને રાણા કિશોરભાઈ નટવરલાલને સહ-પ્રભારી તરીકે જવાબદારી સોંપાઈ છે. પેટલાદ તાલુકામાં પટેલ સુનિત દિલીપભાઈ અને ઉમરેઠ તાલુકામા પટેલ શ્વેતલભાઈ અરવિંદભાઈ પ્રભારી તથા પટેલિયા દક્ષેશ ભીખાભાઈ સહ-પ્રભારી તરીકે નિમણૂક કરવામાં આવી છે.


આ ઉપરાંત વિદ્યાનગર શહેર, કરમસદ શહેર, તારાપુર તાલુકા અને આંકલાવ જેવા મહત્વના વિસ્તારોમાં પણ સક્ષમ હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી છે. આ નિમણૂકોમાં મહિલા કાર્યકરોને પણ મહત્વના શહેરી મંડલોની જવાબદારી સોંપવામાં આવી છે. જેમાં પેટલાદ શહેરમાં ઝાલા નિમિષાબેન અરવિંદભાઈ, આંકલાવ શહેરમા પટેલ આરતીબેન દુષ્યંતભાઈ, ખંભાત શહેરમાં બારોટ શિલ્પાબેન શૈલેષકુમાર, ઓડ શહેરમાં ચૌહાણ સુધાબેન પ્રિતેશભાઈ, સોજિત્રા શહેરમાં પરમાર ગીતાબેન જયંતીભાઈ, કરમસદ શહેરમાં મકવાણા મીનાબેન મનોજભાઈ, અને બોરીયાવી શહેરમાં પંચાલ એકતાબેન કલ્પેશભાઈનો સમાવેશ થાય છે.


આણંદ જિલ્લા ભાજપ પ્રમુખ સંજયભાઈ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું છે કે તમામ નિમણૂકો તાત્કાલિક અસરથી અમલમાં આવશે, જેથી આગામી કાર્યક્રમો અને સંગઠનાત્મક લક્ષ્યાંકોને સમયસર પૂર્ણ કરી શકાય. બોરસદ તાલુકાના ભાજપ સંગઠનના બે પૂર્વ તાલુકા ભાજપ મહામંત્રીઓને પણ પ્રભારી અને સહ પ્રભારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. જેમાં અશોકભાઈ ઠાકોરને આણંદ તાલુકાના ભાજપ સંગઠન પ્રભારી અને પૂર્વ મહામંત્રી કમલેશભાઈ પટેલને ખંભાત તાલુકાના ભાજપ સંગઠન સહ પ્રભારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. આ નવી ટીમની વરણી સાથે જ આણંદ જિલ્લાના રાજકારણમાં ગરમાવો આવ્યો છે.

Advertisement